બોટાદ મુખ્ય માર્ગ પર મોટું વૃક્ષ ધરાસાઈ થતાં વાહન વ્યવહાર થયો ઢપ્પ

બોટાદ સરકારશ્રી દ્વારા સંચાલિત આરાધના કોવિડ-19 હોસ્પિટલ ખાતે જવાના મુખ્ય માર્ગ પર મોટું વૃક્ષ ધરાસાઈ થઈ ગયેલ અને રસ્તાનો વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયેલ હતો. જે.સી.બી. પહોંચવામાં મોડું થાય એમ હતું જેથી શ્રી હર્ષદ મહેતા, પોલીસ અધિક્ષકશ્રી તથા શ્રી રાજદીપસિંહ નકુમ, એસ.ડી.પી.ઓ.શ્રી, બોટાદ તથા શ્રી એચ.આર.ગોસ્વામી, પો.ઈન્સ. એસ.ઓ.જી. તથા શ્રી એ.જી. મકવાણા, આર.એસ.આઈ. તથા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતાં એ દરમિયાન મેસેજ મળતાં તાત્કાલીક જગ્યાએ પહોંચી વૃક્ષ હટાવી કોવિડ હોસ્પિટલ જવાનો મુખ્ય માર્ગ ખુલ્લો કરાવી વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાવેલ છે.
રિપોર્ટ બાય : લાલજી બોટાદ