આધાર પુરાવા વિનાનો બઝ ઓઇલનો આશરે ૨૪ ટન કિ.રૂ.૧૨,૦૦,૦૦૦/- નો મોટો જથ્થો પકડી પાડતી આદિપુર પોલીસ

મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર. મોથાલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી મયુર પાટીલ સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી.એસ.વાધેલા સાહેબ તથા સર્કલ પો. ઇન્સ.શ્રી જી.એલ.ચૌધરી સાહેબ નાઓએ બેઝ ઓઇલની ગેરકાયદેસરની પ્રવૃતી નાબુદ કરવા સુચના આપેલ હોઇ જ અન્વયૅ પો.સબ.ઇન્સ. શ્રી એચ.એસ.તિવારી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્રારા પો.સ્ટે. વિસ્તારના માથક ગામની સીમમાંથી ટેન્કર રજી.નં.€] 12 /૪ 9805 વાળામાંથી આધાર પુરાવા વિનાનુ ૨૪૦૦૦ લીટર (ર૪ ટન) બેઝ ઓઈલ ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનુ જણાઈ આવતાં કુલ્લ કિ.રૂ.૧૨,૦૦,૦૦૦/- (બાર લાખ પુરા) નુ બેઝ ઓઇલ તથા ટેન્કરની કિ.રૂ.૮,૦૦,૦૦૦/- ગણી કુલ્લ કિ.રૂ.૨૦,૦૦,૦૦૦/- નો મુદામાલ સી.આર.પી.સી.કલમ-૧૦ર૨ મુજબ શક પડતા મુદામાલ તરીકે કબ્જે કરી કાયદેસરની ક દવાહી કરવામાં આવેલ છે.
આ કામગીરીમાં આદિપુર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ શ્રી એચ.અસ.તિવારી તથા એ.એસ.આઇ. નરેન્દ્રપુરી ગોસ્વામી,પો.હેડ.કોન્સ.અંકિતકુમાર ચૌધરી,(હાજાભાઇ ખટારીયા તથા પો.કોન્સ.પ્રહલાદભાઇ બોકા,ધર્મેન્દ્રસિંહ સોઢા,જીતુદાન ગહવીનાઓ જોડાયેલ હતા.