ભચાઉના ફરજનિષ્ઠ કોરોના વોરિયર પત્રકાર નરેન્દ્રસિંહ જાડેજાના પરીવારને સહાય આપવામાં આવે તેવી માંગ સાથે ભચાઉ શહેર તાલુકા પત્રકાર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

છેલ્લાં એક વર્ષથી કોરોના સામેની લડાઇમાં અન્ય કોરોનો વોરિયર્સની સાથે મિડિયા જગતના નાના મોટા પત્રકારો પણ જંગ લડી રહ્યાં છે. સંક્રમણ સામે કઇ રીતે લડવુ, સરકારના નિયમો પ્રજા સુધી પહોંચાડવા અને પ્રજાની લાગણી સરકાર સુધી પહોંચાડવાની પેતાની અખબારી ફરજ અને કામંગીરી દરમ્યાન કચ્છના ભચાઉના એક યુવા પત્રકાર નરેન્દ્રસિંહ જાડેજા શહીદ થયા છે. તેમના પરિવારને સહાય કરવા ભચાઉ શહેર તાલુકા પત્રકાર એસોસિએશન દ્વારા સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી છે.
પત્રકાર એસોસિયેશન દ્વારા જણાવ્યાં પ્રમાણે, ભચાઉ તાલુકાના મોટી ચીરઈ ના નવ યુવાન પત્રકાર નરેન્દ્રસિંહ જાડેજાનું કોરોનાથી અવસાન થયું છે. રાજ્ય સરકાર દ્વવારા સ્વ. પત્રકારને કોરોના યોધ્ધા ગણી સહાય આપવા માંગણી છે..
સ્વ. નરેન્દ્રસિંહ જાડેજા છેલ્લા ૧૫ વર્ષ થી પત્રકાર અને અખબારી એજન્ટ તરીકે સેવા આપતા હતા અને તેઓ પોતાની ફરજ બજાવતા બજાવતા કોરોનામાં મૃત્યુ પામતા કોરોનાનાં યોધ્ધાઓને સહાય આપવામાં આવે છે તે ધારાધોરણ અનુસાર આ નવ યુવાન પત્રકાર નરેન્દ્રસિંહ જાડેજાનો સમાવેશ કરી સહાય આપવી જોઇએ. જેથી તેઓના નિરાધાર પરિવારજનોને આજીવિકા રોજગાર મળી શકે. આ અંગે ભચાઉ મામલતદાર અને કલેકટર કચેરીને સરકારશ્રીને પહોંચાડવા માટેનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ ઉપરાંત કચ્છના સાસંદ વિનોદ ચાવડા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા (માંડવી-મંદ્રા),અને ધારાસભ્ય (ગાંધીધામ) માલતીબેન મહેશ્વરીને પણ નકલ રવાના કરવામાં આવી છે.
ભચાઉ શહેર તાલુકા પત્રકાર એસોસિયેશન ઉપસ્થિત પત્રકારોમાં પ્રમુખ કાનજીભાઈ રાઠોડ. ઉપ પ્રમુખ રાજેશભાઇ ગોસ્વામી. મંત્રી રાણાભાઇ આહીર. સહમંત્રી અસ્લમ સોલંકી. પંપુભાઇ સોલંકી. વિનોદભાઈ સાધુ.ગનીભાઇ કુંભાર.જગદીશભાઇ પરમાર. હિરાલાલ વાઘેલા. દિનેશભાઈ કાઠેચા.અલરખાભાઇ. ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ બાય : અસલમ –ભચાઉ