શનિવારે રાત્રે ભુજના આત્મારામ સર્કલ પાસે બનેલી ધાડની ઘટનામાં એક મહિલા સહિત પાંચ આરોપીની પોલીસે ધરપકડ કરી

ભુજમાં રાત્રી કરફ્યૂ દરમિયાન આત્મારામ સર્કલ પાસે મહિલાએ રસ્તા પરથી પસાર થતા એક્ટિવા ચાલકને ઉભા રાખી ઘર સુધી પહોડવા મદદ માંગી હતી. યુવકે પોતાની એક્ટિવા પાછળ મહિલા બેસાડી મહિલા તેના ઘરે ભુજીયા રિંગરોડ રામનગરી મુકવા માટે ગયા તે સમયે અગાઉ ચાર લોકો હાજર હતા.તે દરમિયાન ફરિયાદી મહમદ હનીફ હારુન લુહારને માર મારી છરી બતાવી આરોપીએ મોબાઈલ ફોન તથા 1000 રૂપિયા રોકડની ધાડ કરી આરોપી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનામાં ભુજ બી ડિવિઝન પોલીસે ધાડ અંગે ગુન્હો નોંધી આરોપીની ઝડપી પાડવા માટે અલગ અલગ ટિમો બનાવી હતી. હાલ પોલીસે મુખ્ય સૂત્રધાર મહિલા અને તેના ચાર સાગરીતો ઝડપી પાડવામાં આવ્યા છે.. આરોપી પાસેથી ધાડ કરેલ મોબાઈલ છરી અને રોકડ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે.પોલીસે તમામ આરોપીના રિમાન્ડ મેળવી પુચપરછ હાથ ધરવામાં આવી છે.ધાડ ગુન્હામાં સંડોવાયેલ મહિલા આરોપી રૂબીના ગુન્હાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપી રૂબીના સામે અગાઉ પણ ગુન્હા નોંધાયેલા છે.હાલ તમામ આરોપી રિમાન્ડ દરમિયાન ધાડબ ગુન્હા અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે.
રિપોર્ટ બાય: કરણ વાઘેલા-ભુજ