ગરબાડા તાલુકાના છરછોડા ગામેથી એક ૧૨ વર્ષીય સગીરાને એક યુવકે પત્નિ તરીકે રાખવાના ઈરાદે અપહરણ કર્યું

99999

ગરબાડા તાલુકાના છરછોડા ગામેથી એક ૧૨ વર્ષીય સગીરાને એક યુવકે પત્નિ તરીકે રાખવાના ઈરાદે અપહરણ કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.ધાનપુર તાલુકાના બિલીયા ગામે રહેતો જયંતિભાઈ માનસીંગભાઈ મિનામાએ ગત તા.૧૦મી મેના રોજ ગરબાડા તાલુકામાં રહેતી એક ૧૨ વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી લગ્નની લાલચ આપી, પત્નિ તરીકે રાખવા સારૂ અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના વાલી વારસ દ્વારા જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ બાય : અનવર ખાન પઠાણ