ધાનપુર તાલુકામાં ઘરમાં મહિલાનો એકલતાનો લાભ લઈ એક યુવકે મહિલાની છેડતી કરતાં પોલિસ ફરિયાદ નોધાણી

ધાનપુર તાલુકાના લખણા ગોજીયા ગામે ઘરમાં મહિલાનો એકલતાનો લાભ લઈ એક યુવકે મહિલાને પકડી પાડી ઈજ્જત લેવાની કોશિષ કરતાં મહિલાએ બુમાબુમ કરી મુકતા યુવકે મહિલાના માથાના ભાગે લાકડું મારી નાસી ઈજા પહોંચાડતાં પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે. ધાનપુર તાલુકાના લખણા ગોજીયા ગામે રહેતો પ્રકાશભાઈ ખુમાનભાઈ નાયકે ગત તા.૧૭મી મેના રોજ ધાનપુર તાલુકામાં રહેતી એક પરણિતાના ઘર તરફ આવ્યો હતો અને પરણિતા ઘરમાં એકલી હોવાનું જણાતાં પ્રકાશભાઈ તેના ઘરમાં ઘુસી ગયો હતો અને મહિલાને પકડી પાડી, ઈજ્જત લેવાનો કોશિષ કરતાં મહિલાએ બુમાબુમ કરી મુકી હતી. આ દરમ્યાન પ્રકાશભાઈએ નાસતાં નાસતાં પરણિતાના માથાના ભાગે તથા હાથના ભાગે લાકડું મારી નાસી જતાં આ સંબંધે પરણિતાએ ઉપરોક્ત યુવક વિરૂધ્ધ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ બાય : અનવર ખાન પઠાણ