કચ્છ જિલ્લામાથી થયેલ મોટર સાયકલ ચોરીના વણશોધાયેલ ગુન્હાઓનો ભેદ ઉકેલી ૦૮ બાઇક સાથે એક ઇસમની ધરપકડ કરવામાં આવી

પશ્ચિમ કચ્છ તેમજ પુર્વ કચ્છ જિલ્લામાથી થયેલ મોટર સાયકલ ચોરીના વણશોધાયેલ ગુન્હાઓનો ભેદ ઉકેલી ચોરી થયેલ ૦૮ બાઇક સાથે એક ઇસમને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ. પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધીક્ષકશ્રી સૌરભ સિંધ સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ પશ્ચિમ કચ્છ ભુજ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકવવા તેમજ થયેલ ઘરફોડ / વાહન ચોરીના વણશોધાયેલ ગુનાઓ શોધવા આપેલ સૂચના અન્વયે એલ.સી.બી., ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરશ્રી એસ.જે.રાણા તથા પો.સબ ઇન્સ.શ્રી એચ.એમ.ગોહહલ નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.સ્ટાફ ના કમગચારીઓ પ્રયત્નશીલ હતા.
આજરોજ એલ.સી.બી. સ્ટાફ કમગચારીઓ ભુજ શહેર/ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતા દરમિયાન ખાનગી રાહે ચોકકસ બાતમી હકીકત મળેલ કે, ધનજી કારા કોલી, રહે. હાલ નવી દુધઇ કોલીવાસ તા.અંજાર વાળો એક હીરો કંપનીનું કાળા કલરનું રજીસ્ટરેશન નંબર વગર મોટર સાયકલ વેંચાણ કરવા માટે દુધઇ થી ભુજ તરફના હાઇવે રોડ પરથી નિકડનાર છે. તેના કબ્જજામાં રહેલ મોટર સાયકલ શાંકા્પદ લાગે છે. જે મળેલ બાતમી હકીકત અંગે તુરત જ વર્ક આઉટ કરી ભુજોડી ફાટક પાસે વોચ માં રહેલ દરમિયાન બાતમી મુજબ ઇસમ શંકાશપદ મો.સા. સાથે આવતા મજકુર ઇસમને રોકી તેનુ નામ-ઠામ પુછતાપોતે પોતાનુ નામ ધનજી કારા મલ્લુ કોલી, ઉ.વ.૨૦ ધાંધો- મજુરી રહે.મુળ ગામ ભીમાસર જુનાગામ કોલીવાસ તા.અંજાર હાલ રહે. ગામ નવી દુધઇ કોલીવાસ તા.અંજાર જી.કચ્છ વાળો હોવાનુ જણાવેલ મજકુર ઇસમના કબ્જાની મોટર સાયકલ બાબતને આધાર-પુરાવાની માગણી કરતા પોતાની પાસે કોઇ આધાર પુરાવા નહિ હોવાનુ જણાવેલ, તેમજ સદરહુ મોટર સાયકલ આજથી પાંદરેક દિવસ પહેલા ભુજ આવેલ ત્યારે હો્પીટલ રોડ પર આવેલ આંબેડકર ભવનના પાછળના ગેટ પાસેથી ચોરી કરેલ હોવાની કબુલાત કરતો હોય જેથી મજકુર ઇસમના કબ્જાના મો.સા. બાબતે ખરાઇ કરતા ભુજ શહેર બી ડિવિઝન પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નાં.૮૮૦/૨૦૨૧, આઇ.પી.સી. કલમ – ૩૭૯ મુજબ ગુન્હો રજીસ્ટર થયેલ હોય જેથી મજકુર ઇસમની યુક્તિ પ્રયુકનતથી પુછ-પરછ કરતા છેલ્લા એક વર્ષમાં તેણે (૧) ભુજ તાલુકા કુનરીયા ગામે એક શેરીમા પડેલ બ્લેક સીલ્વર કલર પટ્ટા વાળી હીરો હોન્ડા સ્પલેન્ડર પ્લસ (ર) માતૃછાયા સ્કૂલ ગેટ પાસે ભુજ મધ્યેથી બ્લેક સીલ્વર પટ્ટા વાળી હીરો સ્પલેન્ડર પ્લસ (૩) ગ્રામીણ બેંક એટીએમ ની પાકીંગ હોસ્પિટલ રોડ ભુજ મધ્યેથી બ્લેક સીલ્વર પટ્ટા વાળી હીરો હોન્ડા સ્પલેન્ડર પ્લસ (૪) હિલગાર્ડનન ગેટ પાસે ભુજ મધ્યેથી સીલ્વર કલર ની હીરો સ્પલેન્ડર પ્લસ (પ) અંજાર બેંક ઓફ બરોડા પાસેની પાકીંગ માથી ગ્રે –બ્લેક પટ્ટા વાળી હીરો સ્પલેન્ડર પ્લસ (૬) ભુજ ઇગ્લીશ સ્કૂલ મેઇન ગેટ પાસેથી હીરો હોન્ડા સ્પલેન્ડર વાળુ હીરો હોન્ડા સ્પલેન્ડર પ્લસ (૮) ભચાઉ રેલ્વે સ્ટેશન વાળા રોડ પર આવેલ પાંચાયત પહેલા રોડ ઉપરથી હીરો સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ ચોરેલ હતા. જે પૈકી ૭ મોટર સાયકલ તેના કબ્જજામાથી રીકવર કરેલ છે. તેમજ એક મોટર સાયકલ કનૈયાબે ગામે રહેતા મહમદહુસેન હાસમ શેખ(વાગળીયા) ને આપેલ હોવાની હકીકત જણાવતા તેના કબ્જજમાથી રહેલ તમામ ૦૮ મોટર સાયકલ સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ કબ્જે કરી મજકુર ઇસમને સી.આર.પી.સી કલમ – ૪૧(૧)(ડી) મુજબ અટક કરી આગળની યોગ્ય તપાસ હાથ ધરવામા આવેલ છે.