મોટા પ્રમાણમા ઇગ્લીશ દારૂ નો જથ્થો પકડી પાડતી અંજાર પોલીસ

મળતી માહિતી મુજબ / જે.આર.મોથલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડો.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગનાઓની સુચના તથા માર્ગદરશન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.રાણા અંજાર પોલીસ નાઓનાને ખાનગી રાહે બાતમી હકોકત મળેલ છે કે અંજાર થી સાપેડા જતા રોડ પર એચ.પી.ના પેટ્રોલપંપ પાસેથી વળતા રસ્તે અંજાર સીમમાં આવેલ શાંતીલાલ શામજીભાઇ ડાંગર તથા તેના કાકાઇ ભાઇ મૂકેશ લખુભાઇ ડાંગર રહે. બંને સાપેડા તા.અંજાર વાળાઓની પોતાના કબ્જા ભોગવટાની વાડીમાં મનુભા વિઠ્ઠુભા વાઘેલા રહે.પડાણા તા.ગાંધીધામ વાળાએ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ છે તેવી સચોટ બાતમી આધારે પો.ઇન્સ.શ્રી એમ.એન.રાણા તથા સ્ટાફના માણસો સાથે રેઇડ કરતા સ્થાનીક જગ્યાએ રેઇડ દરમ્યાન ઇગ્લીશ દારૂ ની પેટીઓ ૬૦૦ જેમા વિદેશી દારૂની બોટલ નંગ ૭,૨૦૦ તથા એક મારૂતી અલ્ટો કાર તથા બે મો.સા તથા એક એક્સેસ તથા ત્રણ મોબાઇલ મળી આવેલ જે મુદામાલ કબ્જે લઇ અને પકડાયેલ આરોપીને રાઉન્ડ અપ કરી વધુ તપાસ હાથ ધરેલ છે.
રિપોર્ટ બાય : હીનલ જોષી