ગાંધીધામ શહેરમાં એક જ રાતમાં ચોરીના બે બનાવો સામે આવ્યા છે.
ગાંધીધામ તથા પૂર્વ કચ્છમાં લૂંટની ઘટનાઓ વધી રહી છે. તેમાં જ ગાંધીધામ ખાતે બે લૂંટની ઘટનાઓ બની હતી. જેમાં બંને લૂંટમાં એક જ શખ્સો હોય તેવી શક્યતા છે. આ ઘટના અંગે પોલીસે જણાવ્યુ હતું કે, શહેરના ખોડિયાર નગર ઝૂંપડાં પાસે ગત રાત્રીના 10 વાગ્યે ફરિયાદ અમરશી રઘના ઠાકોર પર આરોપીઓ ફિરોજ તથા મુસ્તાકે છરી વડે હુમલો કરી ઉંચા અવાજે વાતચીત કરવાના મુદ્દે મામલો બીચકતો આરોપીઓએ હુમલો કરી રૂ. 57.500 ની સોનાની ચેઇનની લૂંટ કરી હતી. તેમજ બીજી તરફ ગુરુકુળ વિસ્તારમાં કિષ્ણા હોસ્પિટલની પાસે તુષાર અરજણ સથવારા બાઇક લઈને જતાં હતા. તેવામાં બે અજાણ્યા શખ્સોએ તેને રોકાવ્યો હતો.આ શખ્સોએ મોબાઈલ લૂંટવાની કોશિશ કરી હતી. પણ ત્યાર પછી તેઓ તેનું પાકીટ લૂંટીને ચાલ્યા ગયા જેમાં રૂ.500 તથા તેનું ATM કાર્ડ હતું. એક જ રાતના બે ઘટનાઓમાં પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.