ઝાલોદ તાલુકાનો સૌથી મોટો લીમડી ગામમાં લાખોનો ખર્ચ ઉપર બનેલો સરકીટ હાઉસ આજે વિરાન બન્યો છે.
ઝાલોદ તાલુકામાં સૌથી મોટું નગર ગણવામાં આવતું લીમડી ગામમાં ઘણા વર્ષોથી સરકારી ખર્ચ કરી નવીન સરકીટ હાઉસ બનાવવામાં આવેલ છે. પરંતુ બિલ્ડીંગ તો બનાવવામાં આવેલ છે. પણ સરકારી તંત્ર દ્વારા લાઇટ,ર્ફિનચર જેવી પ્રાથમિક સુવિધાઓ ન આપવામાં આવતા હાલમાં લાખો રૂપિયા ખર્ચે બનાવવામાં આવેલી બિલ્ડીંગ વિરાન હાલતમાં જોવા મળે છે. લીમડી નગર ને લાગતાં મધ્યેપ્રદેશ-રાજસ્થાન બોર્ડર આવેલું છે. જેના પગલે સરકારી અધિકારીઓની અવર જવર થતી હોય છે. ત્યારે આ લાખોનો ખર્ચ કરવા છતાં સરકીટ હાઉસ વિરાન હાલતમાં હોય હાલમાં આ ખર્ચ કરેલ પૈસા સરકારના વ્યર્થ જ છે. PWD દ્વારા સરકારી વિભાગ દ્વારા આ નવીન સરકીટ હાઉસની રિપેરિંગ હાથ ધરવામાં આવે તેવી અધિકારી ગણની પણ માંગ ઉઠવા પામી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.