પાટણાવાવ નજીકથી રૂ.38.80 લાખનો ઈંગ્લીશ શરાબ તથા બિયરનો જથ્થો ટ્રકમાંથી ઝડપાયો.
રાજકોટ જીલ્લામાં ક્રાઇમ અટકાવવાના રેંજ IGના અભિયાન દરમ્યાન SPની સૂચનાથી પેટ્રોલીંગ દરમ્યાન પાટણવાવ પોલીસે પુખતા ખબરના આધારે રૂ.૩૮.૮૦ લાખની કિંમતનો ઈંગ્લીશ શરાબ તેમજ બીયર ભરેલો ટ્રકને પકડી લઈ જુનાગઢના ધંધુસરા ગામના ટ્રક ડ્રાઇવરની પૂછતાછ હાથ ધરી છે. આ ઘટનાના પગલે તમામ બુટલેગરોમાં ડર ફેલાયો છે. પોલીસે ટ્રક ડ્રાઇવરને ઝડપ કરી ૯૦૫ પેટીઓ ઈંગ્લીશ શરાબ તેમજ ૨૫ લાખનો ટ્રક મળી કુલ રૂ.૬૩.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ આગળ વધારી છે. પોલીસ માંથી મળતી માહિતી મુજબ પાટણવાવ પોલીસ સ્ટેશનના PSI K.K.ગોહિલ સહિતની ટીમે પેટ્રોલીંગ દરમ્યાન હરિયાણા પાસાંગનો ટ્રક ઈંગ્લીશ શરાબનો જથ્થો ભરીને પસાર થવાનો છે તેવી ખબરના આધારે છત્રાસા – જાપોદર રોડ ઉપર વાહન તપાસ દરમ્યાન શંકાસ્પદ ટ્રક નં.H.R. 47 C. 6681ને અટક કરી તે બાદ તેની તલાશી લેતા તેનામાંથી 905 પેટી ઈંગ્લીશ શરાબ-બીયર મળી આવ્યો હતો. પોલીસે ટ્રક ડ્રાઈવર હમીર ઉર્ફે હજારો મેણંદ મુળીયાસિયાને ઝડપી પાડ્યો હતો. ત્યાર બાદ તેની કડક પૂછતાછ હાથ ધરવામાં આવી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.