વણશોધાયેલ ઘરફોડ ચોરીના ગુન્હાને શોધી આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડી

મળતી માહિતી મુજબ/ ચોરીમાં ગયેલ તમામ મુદામાલ રીકવર કરતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ મ્હે. પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેંજ ભુજ તથા શ્રી સૌરભસિંઘ સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.એન.પંચાલ સાહેબની સુચના મુજબ પો.સ્ટે ખાતે દાખલથયેલ વણશોધાયેલ ગુન્હાઓ શોધવા માટે જરૂરી સુચના આપેલ જે અનુસંધાને ભુજ શહેર બી.ડીવીજન પોસ્ટેના પો.ઇન્સશ્રી આર.ડી.ગોજીયા નાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર બી-ડીવી પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં-૧૧૭૪/ર૧ આઇ.પી.સી.ક.૪૫૪,૪૫૭,૩૮૦,મુજબ ના ગુના કામે
ભુજ શહેર ના અમનનગર ચાર રસ્તા પાસે આવેલ સરહદ દુધ મંડળીમાંથી માલધરીઓ ને આપવા સારૂ રાખેલ રૂ.૪૦,૭૦૦/- રાખેલ હતા જે કોઇ ચોર ઇસમ તા.૨૧/૦૫/૨૦૨૧ ક.ર૦:૩૦ થી તા.૨૨/૦૫/૨૦૨૧ ક.૦૬/૪૫ વાગ્યા ના કોઇપણ સમયે ચોરી કરી લઇ ગયેલ જે કામે અલગ-અલગ ટીમો બનાવી તેમજ હ્યુમન રીસોર્સીસ તેમજ ટેકનીકલ સર્વેલન્સ નો ઉપયોગ કરી સદરહુ વણશોધાયેલ ગુન્હો ત્વરીત શોધી કાઢવા સારુ સર્વેલન્સસ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એ.એસ.આઇ પંકજકુમાર.આર.કુશવાહા નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે ચોરીમા ગયેલ મુદામાલ અગાઉ ઘરફોડ ચોરી મા પકડાયેલ મુસ્તાક ઉર્ફે અપરાધિ પોતાની સાથે રાખીને ફરે છે તેવી બાતમી હકિકત મળતા મજકુર ઇસમને પોતાના ઘરની પાસે થી રાઉન્ડપ કરી પો.સ્ટે લાવી યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા ઉપરોક્ત ચોરી કર્યા ની કબુલાત આપેલ અને મજકુર ની અંગઝડતી માંથી ચોરીમા ગયેલ તમામ મુદામાલ રીકવર કરેલ. મજકુરને નામદાર કોર્ટની ગાઇડલાઇન મુજબ કોવિડ-૧૯ સારૂ મોકલાવી આપેલ છે અને આ કામેની આગળની તપાસ પો.સબ.ઇન્સ.વી.આર.ઉલ્વા નાઓ ચલાવી રહેલ છે. રિપોર્ટ બાય : કારણ વાઘેલા