મોરબી-ટંકારામાં બે આધેડના આપઘાતથી ચકચાર મચ્યું
મોરબી જિલ્લાના બે અલગ અલગ સ્થળે આધેડએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું. જેની નોંધની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.
વિગત મુજબ પ્રથમ બનાવમાં મોરબી તાલુકાનાં વીરપરડા ગામે રહેતા દશરથસિંહ ભગુભા જાડેજા (ઉ.૫૫ )એ બપોરના સમયે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગદે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.બનાવ ની નોંધ મોરબી તાલુકાનાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તો બીજા બનાવમાં ટંકારા તાલુકાનાં જોધપુર ગામે રહેતા ગણેશભાઈ પંચાભાઈ છીપરિયા (ઉ.૪૨)એ પોતાના ઘરે કોઈ કોઈ અગમ્ય કારણોસર સદી વડે ગદે ફાંસો ખાઈ જીવન ટુકાવ્યું હતું.જેની નોંધ ટંકારા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.