લાઠીમાં ચોરોની ટોળીએ એક્જ રાતમાં ૫ સ્થળેથી ૮૨ હજારની કરી હાથ સફાઈ.
લાઠીમાં સેતા પાટી વિસ્તાર માં આવેલા જમજમ એપાર્ટમેન્ટમાં રાત્રિના સમયે એક સાથે પાંચ મકાનમાં ૮૨૦૦૦ ની ચોરી થઈ જતાં ત્યાના લોકો ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા.શહેરમાં છેલ્લા એક મહિનામાં ૧૦ ચોરીના બનાવ બનતા ત્યના લોકોમાં ફફડાટનો માહોલ છવાઈ ગયો છે. લોકમુખે થતી ચર્ચા અનુસાર ચોરો બંદ મકાનો માંથીજ ચોરી કરી રહ્યા છે.હવે ફરી કોઈ જગ્યાએ ચોરી થાય તે પહેલા રાત્રી પેટ્રોલીંગ શરૂ કરવામાં આવે તેવી ત્યાંના લોકોએ ઈચ્છા વ્યક્ત કરી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.