બોટાદ એસ.ઓ.જી. દ્વારા ચોરી થયેલ ત્રણ મોટર સાયકલો સાથે બે ઇસમોને પકડી બે ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો

શ્રી અશોક કુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, ભાવનગર વિભાગ, ભાવનગર નાઓ દ્વારા મિલ્કત સંબંધી વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઢવા અંગેની સુચના થયેલ હોય અને સદરહુ સુચના અન્વયે કામગીરી કરી મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા શ્રી હર્ષદ મહેતા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી બોટાદનાઓએ જીલ્લાના તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ. જે સુચના અન્વયે પોલીસ ઇન્સપેક્ટર શ્રી એચ.આર.ગોસ્વામી, એસ.ઓ.જી.શાખા બોટાદનાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. તથા પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પો.કોન્સ. ભગીરથભાઇ જોરૂભાઇનાઓને ખાનગી રાહે મળેલ બાતમી આધારે મોટર સાયકલ ચાલકની પુછપરછ કરતાં પોતાની પાસે રહેલ મોટર સાઈકલ પોતાનું હોવાનું જણાવેલ પરંતુ પોકેટ કોપમાં સર્ચ કરતા સદરહુ વાહન બીજાના નામે હોવાનું માલુમ પડેલ અને તપાસ કરતા ચોરી થયેલ હોવાનું જાણવા મળેલ જેથી વધું પુછપરછ કરતાં પોતે અનવરભાઈ અહેમદભાઈ દિવાન તથા સમીરભાઈ બચુશા દિવાન, બંન્ને રહે. સાળંગપુર રોડ, પોસ્ટ ઓફીસ સામે, મહંમદ ગફૂર સોસાયટી, બોટાદવાળાએ સાથે મળી બોટાદ તથા ગઢડાથી કુલ ૦૩ (ત્રણ) મોટર સાયકલની ચોરી કરેલ હોવાનું જણાવેલ. જેના આધારે સદરહુ બંન્ને ઇસમોને બોટાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તેમજ ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાઈ ગયેલ મો.સા નંગ -૦૩ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. શ્રી હર્ષદ મહેતા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી બોટાદ નાઓની સુચના તથા એસ.ઓ.જી શાખાના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એચ.આર.ગોસ્વામી નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના હેડ.કોન્સ. ગોવિંદભાઈ કાળુભાઈ, પો.કોન્સ. ભગીરથભાઇ જોરૂભાઇ તથા પો.કોન્સ. શિવરાજભાઇ નકુભાઇ તથા પો.કોન્સ. રાજેશભાઇ ચતુરભાઇ તથા પો.કોન્સ. હિતેષભાઇ તખતસંગભાઇ તથા પેરોલ ફર્લો સ્કોડમા ફરજ બજાવતા હેડ કોન્સ *જયેશભાઇ ગભરૂભાઇ વિગેરે સ્ટાફ આ પ્રશંસનીય કામગીરીમાં જોડાયેલ હતા.
રિપોર્ટ બાય : લાલજી બોટાદ