ત્રણવર્ષ અગાઉની મો.સા ચોરીના અનડીટેક્ટ ગુનાનો તથા ઇલેક્ટ્રીક ડીપી ચોરીનો ભેદ ઉકેલતી ભુજ શહેર એડીવીઝન પોલીસ

મે. પોલીસ મહાનરોક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંઘ સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ જીલ્લામાં મિલકત સંબંધી બનતા ગુના અટકાવવા સારૂ આપેલ સુચના સંદર્ભે ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ સાહેબ ભુજ વિભાગ ભુજનાઓ સૂચના આપેલ જે અન્વયે પોલીસ ઇન્સપેકટર પી.એમ, ચૌઘરી નાઓંના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ ના માણસો ભુજ શહેરમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઈ કિશોરસિંહ જાડેજા ને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે સંજોગનગરમાં જાફરશાપીરની દરગાહ પાસે રહેતો અનવર ગુલમામદ સમેજાએ પોતાના ઘરમાં એક મોટર સાઇકલ તથા ઇલેક્ટ્રીક ડીપીનો ભંગાર રાખેલ છે. જે ચોરી કે છળકપટથી મેળવેલ હોવાની પુરેપુરો સંભાવના છે. અને મજકુર અવાર નવાર ચોરીના ગુનામાં પકડાયેલ છે. જે બાતમી હકીકત આધારે પંચો સાથે મજકુરના ઘરે જઇ તપાસ કરતા મજકુર ઘરે હાજર મળી આવેલ અને તેના ઘરની ઝડતી તપાસ કરતા ઘરના આંગણામાં એક મોટર સાઇકલના સ્પેરપાર્ટ તથા ઇલેક્ટ્રીક ડીપીના એલ્યુમિનિયમના વાયર પડેલ હોઇ જેથી મજકુરને સદર મો.સાના સ્પેરપાર્ટ તથા ઇલેક્ટ્રીક ડીપીના એલ્યુમિનિયમના વાયર ક્યાંથી મેળવેલ છે તે બાબતે પુછપરછ કરતા મજકુર ગલ્લા તલ્લા કરવા લાગેલ. જેથી મોટર સાઇકલના સ્પેરપાર્ટમાં એન્જીન ચેસીસ લાગેલ હોઇ જેના એન્જીન નંબર તથા ચેસીસ નંબર વેરીફાઇ કરતા અસલ રજી નં-જી.જે.૧ર.સી.એલ.૪૦૦૮વાળી હીરો હોન્ડા સ્પ્લેન્ડર મો.સાના સ્પેરપાર્ટ હોવાનું જણાઇ આવેલ જે ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં-૧૦૬/ર૦૧૭ ઇ.પી.કો કલમ-૩૭૯ મુજબના ગુના કામે ચોરીમાં ગયેલ મુદામાલ હોવાનું જણાઈ આવેલ જેથી મજકુર ઇસમની વધુ પુછપરછ કરતા પોતે સદર હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ આશરે ત્રણ વર્ષ પહેલા કે ભુજમાં ઘનશ્યામનગરમાં એંક એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી ચોરી કરી મેળવેલ હોવાનું જણાવેલ અને સદર મો.સાના અન્ય સ્પેરપાર્ટે ભંગારની ફેરી વાળા અલગ અલગ ફેરીયાઓને વેચી મારેલ હોવાનું જણાવેલ. તથા ઇલેક્ટ્રીક ડીપીના એલ્યુમિનિયમના વાયર ક્યાંથી મેળવેલ તે બાબતે પુછતા જણાવેલ આજથી વીસંક દિવસ પહેલા પોતે તથા ઇકબાલ સુલેમાન ત્રાયા રહે-નાની રેલડી તપ્લુજવાળા સાથે મળીને રેલડી ફાટક પાસે આવેલ ચીરાગગીરી ગૌસ્વામીની વાડીના પાછળના ભાગે પસાર થતી જી.ઇ.બીની ઇલેક્ટ્રીક લાઇનમાંથી ડીપી ચોરેલ હતી તેના વાયર હોવાનું કબુલાત આપેલ. જેથી સદર મો.સાના સ્પેરપાર્ટ તથા ઇલેક્ટ્રીક ડીપીના વાયરો સી.આર.પી.સી કલમ-૧૦૨ મુજબ કબ્જે કરવામાં આવેલ છે. જેથી આરોપીને કોવિડ-૧૯ ટેસ્ટ કરાવવા મોકલી આપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તથા ઇલેક્ટ્રીક ડીપીના વાયરો મળી આવેલ જે બાબતે પધ્ધર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવેલ છે.
રિપોર્ટ બાય : કરણ વાઘેલા