માધાપર ગામેથી અપહરણ થયેલ બે ભોગબનનારને અપહરણકર્તાના કબજામાથી ગણતરીનાકલાકોમાં સયુક્ત ઓપરેશન પાર પાડી ભોગ બનનારને મુકત કરાવતી પશ્ચિમ કચ્છ એલ.સી.બી તથા ભુજ શહેર ડિવિઝન પોલિસ ની ટીમ

   મ્હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ,બોર્ડર રેંજ,ભુજ તથા શ્રી સૌરભસિંઘ સાહેબ, પોલીસ અધિક્ષક,પશ્ચિમ કચ્છ,ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.એન.પંચાલ સાહેબની સુચના મુજબ પો.સ્ટે.ખાતે દાખલ થતા ગંભીર પ્રકારના ગુનાઓમાં આરોપીઓને તુરંત પકડી પાડવા જરૂરી સુચના આપેલ હોય  જે અનુસંધાને ભુજ શહેર બી.ડીવીજન ખાતે એ પાર્ટ ગુ.ર.ન.૧૧૮૨/૨૦ર૧ ઇપીકો કલમ- ૧૪૩,૧૪૭,૩૬૫ મુજબનો અપહરણનો ગુન્હો તા.૨૩/૦૫/૨૦૨૧ ના ક.૦૧/૩૫ વાગ્યે જાહેર થયેલ જે ગુન્હા કામે આરોપીઓ પોતાના કબ્જાની સફેદ કલરની બોલેરો કેમ્પર જેનો રજી.નં.જીજે-૧૨-બીટી- ૨૯૭૦ તથા કાળા કલરનુ પલ્સર બાઇક લઇ માધાપર ગામે આવેલ શ્રીરામ કાંટા,સોનાપુરીના ગેટની સામે આવી ભોગ બનનાર નામે સુરેશભાઇ છોટુલાલ ગેહલોત તથા વિકમભાઇ પુરનલાલ લોહરા નાઓનુ બળજબરીપુર્વક અપહરણ કરી બોલેરો કેમ્પર ગાડીમાં કુકમાગામ બાજુ ભાગેલ હોવાની હકિકત જાહેર થતા તુરંત જ સદર બનાવ ખુબ જ ગંભીર પ્રકારનો હોય આથી તુરંત શ્રી સૌરભસિંધ સાહેબ,પોલીસ અધિક્ષક,પશ્ચિમ કચ્છ,ભુજનાઓએ ગુન્હાની ગંભીરતા દાખવી તેઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.એન.પંચાલ સાહેબનાઓએ તુરંત જ બનાવવાળી જગ્યાએ વિઝીટ કરી સ્થળ ઉપર જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ જે આધારે બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સશ્રી આર.ડી.ગોજીયા નાઓએ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ સમગ્ર જીલ્લામા તાત્કાલીક નાકાબંધી કરાવેલ તથા આરોપીઓ પુર્વ કચ્છ જીલ્લા તરફ ભાગેલ હોય આથી ત્યાં પણ સબંધિત અધિકારીઓ તથા પોલીસ કંટ્રોલરૂમને પણ જાણ કરેલ હતી અને ભોગ બનનાર બંન્ને ઉપરોકત વ્યક્તિઓને કોઇપણ ભોગે સહિ સલામત અપહરણકર્તાના કબ્જામાંથી છોડાવવા સારૂ બી ડિવીઝન પો.સ્ટે.ની અલગ-અલગ ત્રણ ટીમો તથા એલ.સી.બી.શાખાની અલગ-અલગ ટીમો બનાવી અપહરણકર્તાઓ ભોગબનનારને આ કામના આરોપીઓ નેત્રમરૂમના કેમેરા ચેક કરાવતા તથા ટેકનીકલ સર્વલન્સ આધારે અંજાર બાજુ લઇ ગયેલ હોવાનુ જાણવા મળતા તુરંત વર્ક આઉટ કરી પુર્વ કચ્છ એલ.સી.બી.ટીમેને સચેત કરી સાથે સાથે અંજાર પોલીસને પણ જાણકારી આપેલ હોય અને આરોપીઓ ભોગબનનારને અંજાર ખાતે કોઇ અવાવરૂ જગ્યાએ લઇ ગયેલ હોવાનુ જાણવા મળતા ત્યાં તેઓને પોલીસ તપાસ કરતી હોવાની ગંધ આવી જતા આરોપીઓ પોતાના કબ્જાની બોલેરો કેમ્પર જે તે સ્થળ ઉપર મુકી તુરંત ગાડી બદલાવી સફેદ કલરની સ્વિફ્ટ ગાડીમાં ભોગબનનાર બન્નેને સાથે લઇ અંજારથી મુંન્દ્રા હાઇવે પર ભગવા લાગતા આથી તુરંત મુન્દ્રા મરીન પોલીસને પણ એલર્ટ કરી અપહરણકર્તાની ગાડી પાછળ એલ.સી.બી.પશ્ચિમકચ્છ નાઓની ટીમે પિછો કરતા આરોપીઓ એક્દમ ગભરાવા લાગતા તેઓએ હાઇવે ઉપરથી રુટ બદલી ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ મારફતે ભોગબનનારને ભુજ બાજુ ભાગવા લાગેલા હતા જે દરમીયાન ભારાસર ગામ પાસે આવતા એલ.સી.બી.ભુજ દ્વારા આરોપીઓનો પિછો કરી આરોપીઓની ગાડી પકડી પાડેલ જેમા સવાર ચાર આરોપીઓના કબ્જામાંથી ઉપરોકત બજ્ને ભોગબનનારને સહિ સલામત કબ્જો મેળવી જરૂરી પુછપરછ કરી અત્રે પો.સ્ટે.ખાતે સોપતા આ કામેના અન્ય નાસતા ફરતા આરોપીઓ તથા ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને બી ડીવીઝન પોલીસ દ્રારા તેઓને પણ પકડી પાડી આરોપીઓએ ગુન્હામાં વપરાયેલ બોલેરો કેમ્પર ગાડી એમજ પલ્સર બાઇક સાથે પકડી પાડી પો.સ્ટે.લાવી તમામની અલગ અલગ પુછપરછ કરતા તમામે પોતે ગુન્હો કરેલ હોવાની કબુલાત આપતા હોઇ જેથી તમામ આરોપીઓને નામદાર કોર્ટની ગાઇડલાઇન મુજબ કોવિડ-૧૯ ટેસ્ટ કરાવી તમામનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવતા તમામને ગુન્હાના કામે આજરોજ ક.૧૯:૩૦ વાગ્યે ધોરણસર અટક કરવામા આવેલ છે.

રિપોર્ટ બાય : કારણ વાઘેલા