તળાજા પોલીસ સ્ટેશનનાં અપહરણ-બળાત્કારનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર જિલ્લાના પોલીસ સ્ટેશનનાં ગુન્હાઓમાં નાસતાં-ફરતાં આરોપીઓ પકડી પાડવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગરનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી. ઓડેદરા તથા પો.સ.ઈ શ્રી એન.જી. જાડેજા, પો.સ.ઈશ્રી એ.પી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને સખત સુચના આપેલ.
ભાવનગર એલ.સી.બી. ટીમ ભાવનગર જિલ્લાનાં તળાજા પો.સ્ટે વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓ સબંધમાં પેટ્રોલીંગ માં હતા દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે, તળાજા પો.સ્ટે અપ હરણ અને બળાત્કારના ગુનામાં નાસતો ફરતો આરોપી સુરેશભાઇ શિક્ષક રહે- તળાજાવાળો, શિવરંજની સોસાયટી રામપરા રોડ,તળાજા ખાતે આવેલ પોતાના ઘરે હાજર હોવાની હકીકત મળતા. આ કામે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા આ કામનો આરોપી સુરેશભાઇ કાલી દાસ જોષી ઉવ-૪૭ ધંધો-નોકરી રહે- શિવમ પ્લોટનં-૫૧, શિવરંજની સોસા યટી રામપરા રોડ તળાજા જી- ભાવ નગર વાળો હાજર મળી આવેલ. મજકુર ને તળાજા પો.સ્ટે. એ.પાર્ટ ગુ.ર.નં.- ૧૫૩/૨૦૨૧આઇપીસી ક-૩૬૩, ૩૬૬, ૩૭૬(૨)(જે)(એન), ૪૭૧, ૨૦૧,૧૧૪ તથા પોસ્કો કલમ- ૪,૬, ૮, વિ.મુજબના ગુન્હાના કામે. નાસતો ફરતો હોય હાલની કોરોના મહામારી અંતર્ગત અટક કરેલ નહી અને હસ્તગત કરી આગળની કાર્યવાહી સારુ તળાજા પો.સ્ટે સોંપી આપેલ છે. આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા, પો.સ.ઈ શ્રી એન.જી. જાડેજા તથા એ.પી.જાડેજા નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ. આઈ પી.આર.સરવૈયા તથા પો.કો. અરવિંદભાઈ બારૈયા એ રીતેના માણસો જોડાયા હતાં.
રિપોર્ટ બાય : એજાજ શેખ