ISIS ના નામથી ભુજ શહેરના ન્યુ બસ ડેપોને 8 બોમ્બથી ઉડાવી દેવાના લેટરબોમ્બથી ચકચાર.
ભુજ શહેરના નવા એસટી ડેપોમાં 8 બોમ્બ ફિટ કરવામાં આવ્યા છે. અને તેને ઉડાવી નાખવામાં આવશે તેવી આંતરરાષ્ટ્રીય આંતકી સંગઠન ISIS ના નામની ધમકીથી ભરેલો પત્ર ભુજના એસટી ડેપોના મેનેજરને મળતા ભારે ચકચારનો માહોલ સર્જાયો છે. ભુજ એસટી ડેપોના મેનેજર નીમીષાબેન ઠક્કરે જણાવ્યુ કે, આજે સવારની ટપાલમાં બંધ કવરમાં આ પત્ર મને મળ્યો હતો.જેમાં હિન્દી ભાષામાં લખેલું છે કે બસ સ્ટેશનમાં ISIS દ્વારા 8 બોમ્બ ફિટ કરવામાં આવ્યા છે. અને તેને ઉડાવી દેવામાં આવશે. પત્રમાં મોકલનાર તરીકે ભચાઉના હેલ્થ ઓફિસર સિંઘલ એવું નામ લખેલું છે. પાત્રને ગંભીરતાથી લઈને એસટી ડેપોના મેનેજરે પોલીસને તુરંત જ જાણ કરી છે. લેટરબોમ્બની બાબતને ખુબ જ ગંભીરતા પૂર્વક લઈને SOG સહિતની પોલીસ ટીમો બસ સ્ટેશનમાં તપાસ માટે પહોંચવા માટે રવાના થઈ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.