આણંદમાં વિદ્યા ડેરી રોડ ઉપરથી ઇંગ્લીશ શરાબનો જથ્થા સાથે સુરેશ ચાવડાની કરાઇ ધરપકડ.
અલ્ટો કારમાંથી બેગ પાઇપર વ્હીસ્કીની 32.400ની કિંમતની 108 જેટલી બોટલ મળી. આણંદની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રાત્રીના સમયે વિદ્યા ડેરી રોડ ઉપરથી એક અલ્ટો કારમાં 32.400નો ઇંગ્લીશ શરાબ સાથે એક શખ્સની ધરપકડ કરીને પ્રોહિબિશનની જુદી-જુદી કલમો લગાવીને ગુન્હો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. પોલીસમાંથી મળતી માહિતી પ્રમાણે ગત રાત્રે નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન LCB પોલીસને ખબર થતાં કે વિદ્યા ડેરી રોડ પર રહેતા સુરેશભાઇ રમણભાઈ ચાવડા ઇંગ્લીશ શરાબનો વેચાણ કરે છે. તેમજ અલ્ટો કારમાં ઇંગ્લીશ શરાબનો જથ્થો સંતાળેલો છે. પોલીસ વિદ્યા ડેરી રોડ પર પહોંચી અલ્ટો કારની તલાશી લેતા તેની અંદરથી બેગ પાઇપર વ્હીસ્કીની 108 બોટલ જેની કિંમત 32.400 રૂપિયા જેટલી થાય છે તે મળી આવ્યો હતો. આ ઘટનાને પોલીસે સુરેશ ચાવડાની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.