રાજકોટ શહેરમાં ટ્રકે સ્કૂટરને હડફેટે લેતા નવનવેલી દુલ્હનનું કમકમાટી ભર્યું મોત.
રાજકોટ શહેરના 150 ફૂટ વાળા રિંગરોડ ઉપર ટ્રકના ચાલકે સ્કૂટર પર જતાં એક નવલ પરણેલી જોડીને હડફેટે લેતા એક્સિડન્ટ સર્જ્યો હતો. આ એક્સિડન્ટમાં પરિણીતાનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું. જ્યારે તેના પતિને ઇજાઓ પહોંચી હતી. આ ઘટનાથી લોકોમાં શોકનું માહોલ સર્જાયું હતું. આ બનાવ અંગેની મળતી માહિતી મુજબ રાજકોટના ભક્તિનગર સોસાયટીમાં રહેતા કોયાણી પરિવારની એક જ દીકરી પ્રિયંકાના ગત રવિવારે જ મોટા મૌવામાં રહેતા જય ધીરુભાઈ ઠૂમ્મર નામના યુવક સાથે લગ્ન થયા હતા. બંને પરિવારો લગ્નનાં માહોલમાંથીબહાર પણ ન નીકળ્યા હતા કે ગઇકાલે સાંજના સમયે આ નવ યુગલ જોડી સ્કૂટર પર તેમના ફૈઇબાના દીકરાના ઘરે ચા-નાસ્તો કરવાં માટે જતાં હતા. તે દરમ્યાન 150 ફૂટ રિંગરોડ પર આવેલ કરણ-અર્જુન પાર્ટી પ્લોટ પાસે રોડ ઉપર સામેથી પૂરઝડપે આવતા ટ્રકે સ્કૂટરને હડફેટે લેતા જેમાં ટ્રકનું વ્હીલ પ્રિયંકાના માથા ઉપર ફરી વળતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. અને તેના પતિને ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.