જે,આર.મોથલીયા બોડર્ર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સૌરભસિંઘ તથા નાયબ પોલીસ અધિક્ષક જે,એન.પંચાલ નાઓએ પશ્ચિમ કચ્છ જીલ્લામાં મિલકત સંબંધી બનતા યુના અટકાવવા સારૂ આપેલ સુચના અન્વયે પોલીસ ઇન્સપેકટર પી.એમ ચૌધરીનાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે.ના પાર્ટ-એ ગુ,ર.ન-૧૦૩૫/ર૦ર૧ ઈ,.પી.કો કલમ-૪૫૪,૪૫૭,૩૮૦ મુજબના ગુનાનો ભંદ ઉકેલવા સારૂ સર્વેલન્સ સ્ટાફ ની ટીમ ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સીસના માધ્યમથી સદરહું ગુના કામેનો ભેદ ઉકેલવા સારૂ પ્રયત્નશીલ હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ કિશોરસિંહ જાડેજાનાઓને બાતમી હકીકત મળેલ કે ઉપરોક્ત ગુના કામે ચોરાયેલ મુદામાલ તથા આરોપી હાલે સરવા મંડપ મધ્યે તેના ઘરે હાજર છે. જેથી સદર જગ્યાએ જઇ તપાસ કરતા ચોરી કરનાર ઇસમ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર હોઇ જેથી તેના વાલી વારસને સાથે રાખી તેની યુક્તી પ્રયુક્તિથી પુછપરછ કરતાં કિશોરે જણાવેલ કે કેશુ ઉર્ફે કેશીયો ગોવિદભાઇ દેવીપુજક (વાઘેલા) રહે-શક્તિ હોટલની પાસં સરવા મંડપ પાછળ ભુજવાળા સાથે મળી ઉપરોક્ત ચોરી કરેલ હોવાનુ કબુલતો હોઇ અને ચોરીમાં ગયેલ મુદામાલ કેશુ ઉર્ફે કેશીયો ગોવિંદભાઇ દેવીપુજકની પત્ની નર્મદા વા/ઓ કેશુ દેવીપુજકને આપેલા હોવાનું જણાવતા,.નર્મદાની પુછપરછ કરતા પોતે જણાવેલ કે ચોરીમાં ગયેલ મુદામાલ પોતાના ઘરમાં રાખેલ હોવાનું જણાવતી હોઇ જેથી ચોરીમાં ગયેલ મુદામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ આ કામેના પકડાયેલ આરોપીઓને હસ્તગત કરી કૌવિડ-૧૯ ટેસ્ટ કરાવવા માટે તજવીજ કરવામાં આવેલ છે. તેમજ સદર ગુનાની આગળની તપાસ પો.સબ ઇન્સ વી.એસ.ચૌહાણ નાઓ ચલાવી રહેલ છે.