સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકા ના મોજીદડ ગામ ની એસબીઆઇ ની ઘોર બેદરકારી સામે આવી રહી છે

ચુડા તાલુકાના મોજીદડ ગામ માં આવેલી sbi માં સાત ગામોનો સમાવેશ થાય છે જેમાં મોજીદડ, કારોલ, છલાળા, બલાળા, ખાંડીયા, અચારડા તથા સેજકપર જેવા ગામો શામેલ છેહાલ જગતના તાત ને પોતાના ખેતરોમાં નવી સિઝન શરૂ થઇ રહી છે મે મહિનામાં જેને પાક ધિરાણ લીધું હોય તેને વ્યાજ માફી માટે મે માસના અંત સુધીમાં ધિરાણ ભરેલા ધરતીપુત્રોને વ્યાજ માફી નો લાભ મળે છે જેના કારણે મે માસમાં પાક ધિરાણ માટે ની લોન ભરપાઈ કરવામાં ખેડૂતો આવતા હોય છે એવા સમયે એસબીઆઇના ઓછા સ્ટાફ તથા કનેક્ટિવિટી ટેકનિકલ પ્રોબ્લેમો અને ઈલેક્ટ્રીક લાઈટ જેવા મુદ્દાઓ મુકીને ધરતીપુત્રોને ધરમના ધક્કા ખાવા પડે છે.મોજીદડ એસબીઆઇ પહેલેથી જ પોતાની અવ્યવસ્થા માટે જાણીતી છે.હાલ બેંકમાં ગ્રાહકો માટે ઉનાળામાં બપોરના સમયે બહાર તડકામાં ઊભું રહેવું પડે છે યોગ્ય છાયા માટેની વ્યવસ્થા નથી.હાલ કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી હોય સોશિયલ ડિસ્ટન્ટ પણ જળવાતું નથી તેમજ કોવિડ-19 ગાઈડલાઇન નું પાલન થતું નથી. એસબીઆઇ ના મેનેજર ના મનસ્વી વર્તન ને કારણે ગ્રાહકો માં અસંતોષનો ચરુ ભભૂકી ઊઠયો.મેનેજર નો સંપર્ક સાધતા તેઓએ વધુ એક મનસ્વી વર્તન કરતાં બાઈક આપવાની ના પાડી હતી તેમજ સ્ટાફ વિશેની માહિતી પણ આપવાનો ઇનકાર કર્યો હતો.હાલો સ્ટાફને કારણે એસબીઆઇ પહેલેથી જ ચર્ચામાં છે એવામાં બેંકમાં શાટૅસર્કિટ ના કારણે ગ્રાહકોને વધારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે.તો આ સાત ગામના sbi ધારકોની લાગણી અને માગણી છે કે તેઓ અને પૂરતો સ્ટાફ આપવામાં આવે અને વારંવાર શોર્ટ સર્કિટ તેમજ કનેક્ટિવિટી ના જે ઇસ્યુ ઉભા થાય છે તેને વહેલી તકે સોલ્યુશન લાવવામાં આવે. રિપોર્ટર-મહિપત ભાઈ મેટાલિયા લિંબડી ચુડા.મો-9016979696