વેકેશન કરવા માટે ઉમરડા ગામમાં પરિવાર સાથે આવીને પતિ-પત્નીએ કર્યો આપઘાત. માસૂમ બાળકો થયા નિરાધાર.
બોટાદના ઢસાના ઉમરડા ગામમાં પતિ-પત્નીએ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી જવા પામ્યો હતો. આ બંને ઘરમાં જ ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ બંનેના આત્મહત્યા કરવાનો કારણ હજુ પણ રહસ્ય છે. આ બંને પતિ-પત્ની મુંબઈના છે. તેઓ પોતાના બે પુત્રો સાથે ઉમરડામાં મામાના ઘરે વેકશન માટે આવ્યા હતા. ત્યારે આ દંપતીએ આપઘાત કરી લેતા ભારે ચકચારી માહોલ સર્જાયો હતો. પોલીસને જાણ થતાં પોલીસની ટીમ બનાવ સ્થળે પહોંચી આવી હતી. અને આ બનાવ અંગેની તપાસ હાથ ધરી હતી. હજી સુધી પણ આત્મહત્યાનો કારણ જાણવા નથી મળ્યું. આ બંને પતિ-પત્નીએ આત્મહત્યા કર્યા બાદ તેના પુત્રો નિરાધાર થઈ ગયા છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.