પૈસાની લાંચ આપતા બે બાળકીઓને યુવાનને કરી અઘટિત કાર્ય કરવાની માંગ.

0
7777

 

 

 

 

અમદાવાદ શહેરમાં આવેલ નવા નરોડા વિસ્તાર પાસે બાપા સીતારામ ચોક પાસેના એક એપાર્ટમેન્ટમાં રહેતા યુવાને તેના જ એપાર્ટમેન્ટમાં રહેતી બે બાળકીઓને પૈસાનો પ્રલોભન આપીને ઓરલ સેક્સની માંગણી કરતાં બનાવ સામે આવ્યો છે. પાંચ તથા નવ વર્ષીય બંને બાળાઓને યુવાને પાંચ અને દસ રૂપિયાની લાલચ આપીને આ કૃત્ય કરવા માટેનું કહ્યું હતું. આ બંને બાળાઓએ પોતાના માતા-પિતાને જાણ કરતાં આ બનાવ પોલીસ મથકે પહોંચ્યો હતો. નવા નરોડા બાપા સીતારામ ચોક પાસે આવેલ એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાએ તેની ઉપરના માળે રહેતા યુવાન સામે ફરિયાદ કરી છે. બંને બાળાઓને સોમવારની સાંજના સમયે એપાર્ટમેન્ટમાં રમતી હતી ત્યારે કમલેશ તેમની પાસે આવ્યો હતો. કમલેશે આ બંને બાળકીઓને પૈસા આપવાનું કહીને અઘટિત માંગ કરી હતી. એમાંથી એક બાળકીએ ઘરે જઈને તેના માતા-પિતાને જાણ કરતાં કમલેશની આ હરકતથી બંને જણા ક્રોધમાં આવીને સોસાયટીના સદસ્યોને ભેગા કરીને પોલીસને જાણ કરી હતી. કૃષ્ણનગર પોલીસે મોડી રાત્રે મહિલાની ફરિયાદ પર કમલેશને ઝડપી પાડ્યો.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *