મળતી માહિતી મુજબ / પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથાલીયા સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષક સૌરભ સિંગ પશ્ચિમ કચ્છ ભુજ ના ઓ એક દારૂ તથા જુગારની બંધી નાબૂદ કરવા સુચના આપેલ હોય જે અનુભાઈ એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે.રાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.જે.રાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એમ.ગોહિલ ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી પશ્ચિમ કચ્છ ભુજ ના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા.ખાનગી રહે બાતમી હકીકત મળેલ કે, અબ્બાસ ઈબ્રાહીમ શા શેખ,રહે. સેખટીંબા અંજાર તથા પૃથ્વીરાજસિંહ નટુભા સોઢા રહેવાસી વડજર તાલુકો વાળાઓ ગામ મમુઆરા તાલુકા ભુજ ના વાલા ગોપાલ જાટીયાની કબ્જા ભોગવવાની વાડી કે જે ધાણેટી મમુઆરા સીમ ધાણેટી ડેમની પાસે આવેલ હોય તે વાડીની ઓરડીમાં બહાર થી ખેલીઓ બોલાવી નાલ ઉઘરવી ધાણીપાસા વડે રૂપિયા પૈસા હારજીતનો જુગાર રમી રમાડે છે. મળેલ હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ રેડ કરી નીચે મુજબના ઈસમોની ધાણી રૂપિયાની હારજીતનો જુગાર રમતા પકડી પાડી મુદામાલ કબ્જે કરેલ છે.