સાસરિયા વાળાઓએ પુત્રવધૂને દાયજાની માંગણી પૂરી ન કરતાં સસરા,નણદોયા તથા કાકાજી સસરાએ કરી અઘટિત માંગ.
નાનામવા મેઇન રોડ ઉપર આવેલ નહેરુનગર સોસાયટીમાં રહેતા સ્નેહબેન કેવીનભાઈ પેથાણીએ પતિ સહિત તેના સાસરિયાઓ વિરુદ્ધ ત્રાસ આપીને મારકૂટ કરવાની તથા સસરા,નણંદોયા તથા કાકાજી સસરાએ છેડતી કરવાની પોલીસ ફરિયાદ કરતાં ચકચાર મચી જવા પામ્યો છે. પોલીસે તેની ફરિયાદ પરથી પતિ કેવીન,સસરા નાગજીભાઇ સાસુ જોષનાબેન રહે હિરપરાવાડી ધોરાજી, નણંદ નેમીષાબેન,નણદોયા ભાવિનભાઇ,કાકાજી સસરા વિનોદભાઇ તથા કાકાજી સાસુ કૈલાશબેન રહે જશાપર ગામ તા.જામકંડોરણા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જેમાં જણાવ્યા અનુશાર તેના પત્ની નોકરી કરે છે.આરોપીઓએ લગ્ન પછી માનસિક ત્રાસ આપતા માવતરના ઘરેથી દાયજો લઈ આવવા દબાણ કરતાં હતા. તે ઉપરાંત પતિ દારૂ પીને અપશબ્દ બોલી મારકૂટ કરતો હતો. ત્યારે સસરા નણદોયા તથા કાકાજી સસરાએ તેની પર કુદ્રષ્ટિ કરી અઘટિત માંગ કરી છેડતી કરી હતી. એમાં સાસુ નણંદ તથા કાકાજી સાસુએ તેઓનો સાથ આપતા મદદ કરી દાયજાની માંગ કરવા છતાં ન આપતા આરોપીઓ પચાવી ગયા હતા.આ મામલે પોલીસ આગળની તપાસ હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.