વડોદરાના કોર્પોરેટ પાર્કમાં આવેલી એક કંપનીના ડેટા ટ્રાન્સફર કરી હરિફ કંપનીને આપતા હોવાથી મેનેજરની ધરપકડ
કલાલી મેફેર કોર્પોરેટ પાર્કમાં આવેલી વિદેશી ક્લાયન્ટ ધરાવતી એક પ્રા.લિ.કંપનીના સીનિયર મેનેજર અભિષેક શર્માએ પોલીસને જણાવ્યુ હતું કે, અમારી કંપની કમ્પ્યુટર અને ટેક્નોલોજીના ક્ષેત્રના કર્મચારીઓને શોધી વિદેશી કંપનીને પૂરા પાડવાનું કામ કરે છે.જેથી અમારે માટે ક્લાયન્ટ તેમજ કર્મચારીઓના ડેટા ખૂબ મહત્વના હોય છે.અબ્દુલ કદર હુસૈની બસરાઈને એકિઝ. બિઝનેશ ડેવલપમેન્ટ મેનેજર તરીકે આમાંરી કંપનીએ તેમને ૨૦૧૩ માં રાખ્યા હતા અને તેમને નિયમ મુજબ કરાર કરી એક ઈમેઈલ આઈડી અપાયું હતું પરંતુ તેમણે નિયમોનો ભંગ કરી કંપનીના ઈમેઈલ પરથી પોતાના માઈલ પર મહત્વના ડેટા ટ્રાન્સફર કર્યા હતા.અને હરિફ કંપની સોફ્ટનાઇસ ઈન્ડિયા પ્રા.લિ. ના અધિકારીને મોકલ્યા હતા.કંપનીની તપાસ માં તમામ વિગતો બહાર આવતા નોટિસ આપાઈ હતી અને તેમણે કબૂલાત કરી હતી જેથી આ અંગે સાયબર એક્ટ હેઠળ ફરિયાદ આપતા પોલીસે તેમની ધરપકડ કરી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 વકલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.