આંતર રાજ્યમાં સોશ્યલ મિડીયા દ્વારા છેતરપીંડી કરતા ગુજરાત સહીત ૧૩ (તેર) રાજ્યોમાં છેતરપીંડી કરી કુલ રૂ.૨૭,૭૪,૯૬૩/- ઓળવી જનાર આરોપીને પકડી પાડતી લૉકલ ક્રાઈમ બ્રાન્ચ રાજકોટ ગ્રામ્ય

જેતપુર સીટી પો.સ્ટે.માં એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૩૦૨૨૨૧૦૪૨૧/ ૨૦૨૧ ઈ.પી.કો.કલમ ૪૦૬,૪૨૦,૪૬૫,૪૬૮,૪૬૯,૪૭૧ તથા આઇ.ટી.એકટ ૬૬(સી),૬૬(ડી) મુજબ ગુન્હો રજી. થયેલ હોય જેમાં ફરિયાદી શ્રી રજનીકાંત કાન્તિલાલ દોંગા રહે.જેતપુર અમરનગર રોડ શિવમ પાર્ક વાળાની જેતપુર સ્થિત શ્રીનાથજી ટ્રેડોંગ પેઢીના નામ-એડ્રેસ અને જી.એસ.ટી. નંબરનો કોઈ અજાણી વ્યકતિ ઉપયોગ કરી ફેસબુકના માધ્યમથી જાહેરાત આપી પલ્સ ઓક્સિમીટર, હેન્ડગ્લોઝ તેમજ અન્ય કોવીડને લગતી જરૂરી દવાઓ સસ્તા ભાવે આપવાની જાહેરાતો આપી ફોન દ્વારા વિશ્વાસમાં લઇ પોતાના બેન્ક ખાતામાં પૈસા નંખાવી માલ નહી મોકલી ગુન્હાહીત વિશ્વાસઘાત અને છેતરપીંડી કરતા હોવાની ફરિયાદ નોંધાવેલ હોય. આ ફરિયાદ અનુસંધાને તપાસ કરી ભોગ-બનનારોનો સંપર્ક કરતા જાણવા મળેલ કે કોવીડ-19 ની મહામારીનો ગેરલાભ ઉઠાવી આ મહામારીમાં અત્યંત ઉપયોગી એવી મેડીકલને લગતી ચીજ-વસ્તુ અંગે ફેસબુકમાં લોભામણી જાહેરાત આપી તેનો સંપર્ક કરનાર ખરીદારોને ઓક્સીમીટરનો મોટો જથ્થો તથા અન્ય દવા તથા ચિજ- વસ્તુઓ ના વિડિયો તથા ફોટાઓ બતાવી વિશ્વાસમાં લઈ રેમડેસીવીર તથા તેના જેવી અમુલ્ય દવાઓ માસ્ક તથા હેન્ડ ગ્લોજ તથા સેનીટાઇઝર પોતે વેચતા હોવાની ખોટી માહીતી અન્યને આપી લોકો પાસેથી પૈસા પડાવતા હોવાનું જાણવા મળેલ. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક સંદીપ સિંહ તથા પોલીસ_અધિક્ષક બલરામ મીણા સાહેબે રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.પો.ઈન્સ.શ્રી એ.આર.ગોહીલને આ તપાસ સંભાળી લઈ તાત્કાલીક આ અનડીટેક્ટ ગુન્હો ડીટેકટ કરવા સુચના આપેલ જેથી પો.ઈન્સ એ.આર.ગોહીલ, પો.હેડ.કોન્સ.રવિદેવભાઈ બારડ અને પો.કોન્સ.ભાવેશભાઈ મકવાણા, મેહુલભાઈ સોનરાજ એ ટેકનીકલ સોર્સીસ અને હ્યુમન રીસોર્સીસ દ્વારા મળેલ ચોકકસ બાતમી આધારે ગુજરાત સહીત ૧૩ (તેર) રાજ્યોમાં છેતરપીંડી કરી કુલ ૨૭,૭૪,૯૬૩/- ઓળવી જનાર આરોપીને પકડી પાડી હસ્તગત કરી કુલ ૩૧ વણશોધાયેલ ગુન્ફાઓના ભેદ ઉકેલવામાં આવેલ છે.