દાહોદ રેલ્વે સ્ટેશન સામે આવેલ એમ્પલોઈઝ યુનિયનની ઓફિસની બહારથી કોઈ અજાણ્યા ચોરે રૂા.૫,૦૦૦ની ચોરી કરી લઈ નાસી જતાં પોલીસમાં ગુનો નોધ્યું

ઈસમ પોતાનો કસબ અજમાવી લોખંડની ફ્રેઈમ કિંમત રૂા.૫,૦૦૦ની ચોરી કરી લઈ નાસી જતાં પોલીસમાં ગુનો નોંધી તપાસ હાથ ધરતાં દાહોદ શહેરમાં રહેતાં એક યુવક પાસેથી આ મુદ્દામાલ કબજે કરી તેની અટકાયત કરી તેની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કોઈ અજાણ્યા ચોર ઈસમે ગત તા.૧૭મી મેના રોજ દાહોદ શહેરના રેલ્વે સ્ટેશન સામે આવેલ એમ્પલોઈઝ યુનિયનની ઓફિસની બહારથી એક લોખંડની ફ્રેમ કિંમત રૂા.૩૫૦૦ તેમજ લોખંડની ફ્રેમની પટ્ટી કિંમત રૂા.૧૫૦૦ એમ કુલ મળી બે ફ્રેમની ચોરી કરી અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે દાહોદ રેલ્વે પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાયયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બાદ રેલ્વે પોલીસને મળેલ બાતમીના આધારે દાહોદના છાપરી ફાટક પાસે ઝુંપડામાં રહેતો અને મુળ દાહોદના રળીયાતી મુકામે ઝુપડામાં રહેતો રાજુભાઈ શંભુભાઈ પારઘીના ઘરે તપાસ હાથ ધરતાં તેના ઘરમાંથી ઉપરોક્ત ચોરી થયેલ મુદ્દામાલ મળી આવ્યો હતો. રેલ્વે પોલીસે તેની અટકાયત કરી પ્રથમ તેને કોરોના ટેસ્ટ માટે મોકલી આપ્યો હતો અને ત્યાર બાદ તેનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવતાં પોલીસે તેની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટ બાય અનવર ખાન પઠાણ