દાહોદ એલ.સી.બી.પોલીસે ખજુરીયા ગેંગના મુખ્યસુત્રધાર અને ખુંખાર ધાડ, આરોપીને ગરબાડા તાલુકાના જેસાવાડા ગામેથી ઝડપી પાડી મુદ્દામાલ પોલીસે રીકવર કરેલ

દાહોદ એલ.સી.બી.પોલીસને મળેલ બાતમીના આધારે, લુંટ, ધાડ, ઘરફોડ તોરીના ગુનાનો આરોપી કાન્તીભાઈ મગનભાઈ મીનામા (રહે. ખજુરીયા, મીનામા ફળિયું, તા.ગરબાડા, જિ.દાહોદ) નો જેસાવાડા આશ્રમ પાસે આવ્યો હોવાની પોલીસને બાતમી મળતાં પોલીસે ગત રોડ આ વિસ્તારમાં વોચ ગોઠવી ઉભી હતી અને કાન્તીભાઈ જેવો ત્યાં આવતાં પોલીસે તેને દબોચી લીધો હતો અને પોલીસ મથકે લઈ આવી હતી. સને ૨૦૧૮ના વર્ષમાં આ આરોપીએ પોતાના સાગરીતો સાથે ભેગા મળી ગરબાડાના પાંચવાડા ગામે એક્સ આર્મીમેનના ઘરમાં ઘુસી જઈ પરિવારને બંધક બનાવી તેઓને પહેરી રાખેલ સોના – ચાંદીના દાગીના લુંટી, ઘરમાંથી તિજાેરી તોડી રોકડા રૂપીયા, બંદુકના કાર્ટીઝ તેમજ આસપાસમાં આવેલ ઘરોમાં પણ લુંટ મચાવી હતી અને પરિવારજનોને માર મારી ભાગી છુટ્યાં હતાં ત્યાર બાદ આજથી આશરે બે સવા બે માસ અગાઉ પોતાના સાગરીતો સાથે ભેગા મળી મહેસાણા કડી ખાતે આવેલ એક કંપનીમાં ઓફિસના દરવાજાનું તાળુ તોડી ઓફિસમાં ડ્રોવરમાંથી રોકડા રૂપીયા ૨,૪૫,૦૦૦ની ચોરી કરી હોવાનું પણ ઉપરોક્ત ઝડપાયેલ આરોપીએ કબુલાત કરી હતી. ઉપરોક્ત પકડાયેલ આરોપી વર્ષે ૨૦૧૫ના વર્ષમાં અમદાવાદ ગ્રામ્યના બોપલ પોલીસ સ્ટેશન વિસ્તાર તેમજ જુનાગઢ વંથલી પોલીસ વિસ્તાર, માણવદર, અમરેલી જિલ્લાના બાબરા વિસ્તારમાં ઘરફોડ ચોરી, વર્ષ ૨૦૧૭ના વર્ષમાં દાહોદ જિલ્લાના ધાનપુરમાં લુંટ, જામનગર જિલ્લાના કાલાવાડ, જાેમજાેધપુરમાં ઘરફોડ ચોરી, ૨૦૧૯ના વર્ષમાં દાહોદ પરેલ સાત બંગલામાં લુંટ, ૨૦૧૭ના વર્ષમાં મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના આઝાદનગર વિસ્તારમાં પણ બંદુકની ચોરી કરી હતી અને જે તે સમયે તે પકડાઈ પણ ચુક્યો હતો.
આ આરોપી અને તેની ગેંગના સાગરીતો આંતર રાજ્યમાં ધાડ, લુંટ, ઘરફોડ ચોરીઓને અંજામ આપે છે. દિવસ દરમ્યાન આ ગેંગના સાગરીતો સ્થળ જગ્યાની રેંકી કરી રાત્રીના સમયે ભેગા મળી લાકડી, તીરકામઠા જેવા મારક હથિયારોથી સજ્જ થઈ લુંટ, ધાડ, ઘરફોડ ચોરી વિગેરે ગુન્હાઓને અંજામ આપે છે. આમ, પોલીસે આ ખુંખાર આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ચાંદીના દાગીના મળી કુલ રૂા.૧૭,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ બાય : અનવર ખાન પઠાણ