વાગડ વિસ્તારમાં નર્મદા કેનાલ ના લીધે અબોલ પશુઓની બુઝાઈ રહી પયાસ

  વાગડ વિસ્તાર એ એક દાયકા પહેલા વરસાદ પર નિર્ભર હતો જેમાં ચોમાસામાં જો આઠ દસ ઈંચ વરસાદ વરસ્યો તો તળાવ ડેમ ભરાતા હતા ત્યારે છેલ્લા નવ વર્ષથી વાગડ વિસ્તારમાં હરિયાળી ક્રાંતિ આવી છે. તેનું કારણ રાપર તાલુકાના 39 ગામ ના પાદર માથી પસાર થતી નર્મદા યોજના ની કચ્છ બ્રાન્ચ કેનાલ ના લીધે રાપર તાલુકાના લગભગ ગામે પીવાના પાણીની સમસ્યા હલ થઈ ગઈ છે. ત્યારે રાપર તાલુકામાં નર્મદા યોજના ની પેટા કેનાલો ના લીધે અનેક ગામોમાં પાણી ની સમસ્યા દૂર થઈ છે. ત્યારે અનેક ગામોના તળાવ મા પાણી હોવાથી વન વગડામાં વિચારતા પશુઓ ને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાના પાણીની વ્યવસ્થા થતાં અનેક ગામોમાં પાણી પીવા માટે લાઇન બંધ પશુઓ જોવા મળે છે. આવુ એક દ્રશ્ય આડેસર ચિત્રોડ રોડ પર આવેલા તળાવમાં આડેસર સરપંચ ના પ્રયત્નો થી ગાગોદર પેટા કેનાલ દ્વારા તળાવ ભરવા મા આવ્યા છે. જેમાં અબોલ પશુઓ અને આજુબાજુના આડેસર વરણું  ટગા સુખપર સહિત દશેક જેટલા ગામોમાં પીવાના પાણીની સમસ્યા હલ થઈ ગઈ છે. ત્યારે હાલ પડી રહેલી કાળઝાળ ગરમીમાં પશુઓ માટે નર્મદા યોજના દ્વારા ભરવા મા આવેલ તળાવ આશિર્વાદ સમાન છે.