સુરત શહેર/ગ્રામ્ય વિસ્તારમાંથી ચોરી કરેલ ૬ વાહન સાથે આરોપીને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ


પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ.શ્રી એન.જી.જાડેજા તથા એ.પી.જાડેજા તથા એલ.સી.બી.નાં સ્ટાફને ભાવનગરજીલ્લામાં થતી મિલ્કત સંબંધી/વાહન ચોરી સંબંધી ગુન્હાઓ શોધી કાઢી આરોપીઓને ઝડપી લેવા સુચના આપેલ.
આજરોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફનાં માણસો શિહોર- સોનગઢ પો.સ્ટે. વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં હતાં.તે દરમ્યામન સણોસરા-ઝરીયા રોડ ઉપર આવતાં એ.એસ.આઇ. પ્રદિપસિંહ સરવૈયા તથા પો.કોન્સ. અરવિંદભાઇ બારૈયાને બાતમીરાહે હકિકત મળેલ કે,તુશાલભાઇ ઉર્ફે હરિ ધીરૂભાઇ જાદવ રહે.ઝરીયા (પીપરડી) તા.શિહોર જી.ભાવનગરવાળો બહારથી અલગ-અલગ મોટર સાયકલ તથા સ્કુટર લાવી તેનાં રહેણાંક મકાને આવેલ ઢાળીયામાં રાખી મુકેલ છે.આ બધાં વાહનોનાં આધાર પુરાવા વગરનાં છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં તુશાલભાઇ ઉર્ફે હરિ S/O ધીરૂભાઇ મકોડભાઇ જાદવ ઉ.વ.૨૪ ધંધો-ખેતી તથા ડ્રાયવીંગ રહે. ઝરીયા (પીપરડી) તા.શિહોર જી.ભાવનગરવાળો હાજર મળી આવેલ.તેનાં મકાને આવેલ ઢાળીયામાં અલગ-અલગ મોટર સાયકલ તથા સ્કુટર પડેલ જોવામાં આવેલ. જે મોટર સાયકલ તથા સ્કુટર બાબતે તેની પાસે આધાર કે રજી. કાગળો માંગતાં ફર્યું-ફર્યું બોલી કોઇ સંતોષકારક જવાબ આપેલ નહિ.આ મોટર સાયકલ/સ્કુટર તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોવાથી નીચે મુજબનાં વર્ણનવાળા મોટર સાયકલ/સ્કુટર તપાસ અર્થે કબ્જે કરેલ.