એલ.સી.બી.,પશ્ચિમ કચ્છ-ભુજ ક્રિકેટની રમતમાં હારજીતનો સટ્ટો રમાડી રહેલ આરોપીઓને પકડી પાડતી પશ્ચિમ કચ્છ એલ.સી.બી.

ભારતમાં ચાલી રહેલ વીવો આઇ.પી.એલ.-૨૦૧૮, ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટીમોની હારજીત અને કઇ ટીમ કેટલા રન બનાવશે તેના પર રાજેશ મોહનલાલ ભાનુશાલી તથા જગદીશ લાલજી ભાનુશાલી, બંને જણા બસસ્ટેશન મહારાજા પાંઉભાજીની પાછળ આવેલ જય એન્ટરપ્રાઇઝ નામની મોબાઇલની દુકાનમાં સટ્ટો રમાડી રહેલ છે, તેવી ચોક્કસ બાતમી હકીકત મળતાં આ અંગે પોલીસ અધિક્ષકશ્રી એમ.એસ.ભરાડા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ તેમજ એલ.સી.બી., ભુજના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી જે.એમ.આલ સાહેબની આગેવાની હેઠળ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ ભુજ શહેર વિસ્તારમાં આ હકીકતનું પગેરૂં દબાવતા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તા.૦૯/૦૫/૨૦૧૮ ના રોજ બાતમી હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતાં આ ટુર્નામેન્ટ અંતર્ગતની મુંબઇ ઇન્ડીયન્સ અને કલકતા નાઇટ રાઇડર્સ વચ્ચેની આઇ.પી.એલ.–૨૦૧૮ ટી-ર૦ મેચ ચાલુ હોઇ તેમાં આ મેચ કોણ જીતશે, મેચ ડ્રો જશે કે કયો ખેલાડી કેટલા રન બનાવશે ? તેના પર પોતાના ફાયદા સારૂ પૈસાની હારજીતનો ક્રિકેટ સટ્ટાનો જુગાર રમી રમાડી રહેલ હોઇ આરોપીના કબ્જા ભોગવટાની દુકાનમાં રેઇડ કરી રોકડા રૂપિયા ૨૮,૭૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૩ કિં.રૂા.૧૨,૦૦૦/- તથા એલ.ઇ.ડી. ટી.વી. નંગ – ૧ કિ.રૂ.૫,૦૦૦/- તથા સેટટોપ બોકસ કિ.રૂા.૧,૦૦૦/- તથા નોટબુક-બોલપેન સહિતના કુલ રૂા.૪૬,૭૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીઓ (૧) રાજેશ મોહનલાલ ભાનુશાલી, રહે.સીલ્વરપાર્ક, પુનીતવનની બાજુમાં ભુજ, મુળ રહે.લોરીયા, તા.ભુજ તથા (ર) જગદીશ લાલજી ભાનુશાલી, રહે.આર.ટી.ઓ. રીલોકેશન સાઇટ, મ.નં.૪૬૯, ભુજ, મુળ રહે. ગામ ભવાનીપર, તા.અબડાસા વાળાઓને જુગાર ધારાની કલમ ૪, ૫ મુજબ ધોરણસર અટક કરી ભુજ સીટી એ ડીવિઝન પો.સ્ટે. ખાતે ફરીયાદ દાખલ કરાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *