ઉમરેઠમાં વૃદ્ધને બેભાન કરી સોનાના દાગીના લૂંટી બે લૂંટેરાઓ ફરાર
ઉમરેઠના સ્ટેટ બેંક વિસ્તારમાં આવેલ તુળજા માતાના મંદિરમાં સવારે દર્શન કરવા ગયેલા એક વૃદ્ધ મહિલારંજનબેન સુરેન્દ્રભાઈ ભટ્ટ પાસે બે લૂંટેરાઓએ ૫૦૦-૫૦૦ ની બે નોટો આપી તમારા હાથે દાન કરાવવું છે તેમ કહી રૂ.દાનપેટીમાં નાખવા કહ્યું તે દરમિયાન મંદિરમાં ગયેલી મહિલાની પાછળ બને લૂંટેરાઓ આવી ચઢ્યા હતા અને કઈક પદાર્થ નાખીને બેભાન કરીતેમણે પહેરેલ સોનાની બે બંગડી તેમજ એક મંગલસૂત્ર મળીને કુલ્લ સાડા ત્રણેક તોલા વજનના દાગીના લૂંટીને ત્યાથી ફરાર થઈ ગયા હતા.થોડીવાર બાદ ભાનમાં આવેલા મહિલાએ પોતાના દાગીના ન જોતાં બૂમાબૂમ કરી મુક્તા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા તથા લૂંટેરાઓની તપાસ કરી પરંતુ કોઈજ મડયું ન હતું. આ અંગે પોલીસ મથકે કોઈજ ફરિયાદ કરવામાં આવેલ નથી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 વકલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.