કણભા ગામમાં દાયજા માટે પતિ અને સાસુએ પરણીતાને ત્રાસ આપી માવતરના ઘરેથી પૈસાની માંગ કરી.

બોરસદના કણભા ગામમાં પરણીતાને દાયજો લઈ આવવા માટે સાસરિયા વાળાઓએ શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. કણભામાં રહેતી પરણીતાને તેની સાસુ તથા તેનો પતિએ દાયજામાં બે લાખની માંગ કરી પતિએ કેબલના વાયર વડે માર મારી તેના અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ નડીઆદ ખાતે રહેતા રેહાનાબાનુના લગ્ન કણભા ગામમાં રહેતા ઈરફાન સીકંદરશા દીવાન સાથે ગત તા.30/4 ના રોજ થયા હતા. લગ્નજીવનમાં એક બાળક પણ છે. ત્યાર પછી તેના પતિ અને તેની સાસુએ ઘરકામ તથા રસોઈ બનાવવાની બાબતે ટોન-ટચકા આપતા શારીરિક તેમજ માનસિક ત્રાસો આપવાના ચાલુ કર્યા હતા. તે દરમ્યાન ગત 2 મેના રોજ તે કપડા ધોતી હતી ત્યારે તેના પતિએ તેની સાથે બોલાચાલી કરી અને ઝઘડો કરી તારા બાપના ઘરેથી બે લાખ રૂપિયા લઈ આવવા માટે કહીને ડિસના કેબલના વાયરથી તેને માર માર્યો હતો. તેથી તેને સારવાર અર્થે નડિયાદના સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાંથી રજા મળતા આ વિષય પોલીસ સ્ટેશનમાં આવીને તેની સાસુ અને પતિ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *