અગાઉ ખુન કેસમાં પકડાયેલ અને ભાવનગર જિલ્લામાંથી તડીપાર થયેલ ઇસમ શહેજાદ ઉર્ફે આને ઝીણાને ફાયર આર્મ્સ દેશી તમંચા સાથે ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.

ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર જીલ્લા એસ.ઓ.જી.શાખાને જીલ્લામાં ગેરકાયદેસર રીતે ફાયર આર્મ્સ (હથિયાર) રાખતા ઇસમોને ઝડપી પાડવા સુચના આપેલ હતી જે અનુસંધાને ભાવનગર જીલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્રારા જીલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો બાબતે ખાનગીરાહે ગુપ્ત તપાસ કરી રહી હતી. દરમ્યાન આજરોજ ભાવનગર એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર શ્રીકે.બી.જાડેજા સાહેબની રાહબરી અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી હકિકત મળેલ હતી કે, ભાવનગર જીલ્લામાંથી હદપાર થયેલ શહેઝાદ કુરેશી બાર્ટન લાયબ્રેરી સામે રેડક્રોસના ઓટલા ઉપર તમંચા સાથે ઉભો છે. જે બાતમી હકિકત આધારે ભાવનગર એસ.ઓ.જી. પોલીસે ટીમ બનાવી ઓપરેશન ગોઠવી બાર્ટન લાયબ્રેરી સામે રેડક્રોસના ઓટલા ઉપર આરોપી શહેઝાદ ઉર્ફે શહેજાનહુસૈન બશીરહુસૈનભાઇ કુરેશી રહે. લીમડીવાળી સડક ભાવનગરવાળાને ગેર કાયદેસરના ફાયર આર્મ્સ દેશી બનાવટના તમંચા સાથે ઝડપી પાડી આર્મ્સ એકટ હેઠળ તથા મજકુર ઇસમ ભાવનગર જિલલામાંથી હદપારનો ભંગ કરી મળી આવતા હદપારી ભંગ મુજબની કરી, એસ.ઓ.જી.ના પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયા તથા વિશ્વજીતસિંહ ઝાલાએ અલગ અલગ ફરિયાદ આપી ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. જીતેન્દ્રસિંહ જાડેજા તથા પ્રદિપસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયા તથા વિશ્ર્વજીતસિંહ ઝાલા જોડાયા હતા. રિપોર્ટ બાય : એજાજ શેખ ભાવનગર