ભુજ તાલુકા પોલીસ સ્ટેશનના છેલ્લા બાર વર્ષથી ખૂનના ગુનાના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફ્લો સ્કોડ પશ્ચિમ કચ્છ ભુજ


બોર્ડર રેન્જ આઇ.જી.પી.જે.આર.મોથાલીયા ભુજનાઓ દ્વારા ચાલુ તપાસના ગુના કામે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ઝુંબેશ રાખેલ હોઈ જે અનુસંધાને પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંઘ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે સુચના આપેલ હોય જે અનવ્યે એલ.સી.બી પશ્ચીમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એસ.જે.રાણા તથા પો.સબ.ઇન્સ એચ.એમ.ગોહિલના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કોડ, ભુજના સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા.
આજરોજ પેરોલ ફર્લો સ્કોડના તથા એલ.સી.બી સ્ટાફના માણસો ભુજ ટાઉન વિસ્તાર માં નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે, ભૂજ તાલુકા પો.સ્ટે ફસ્ટ ૪૨/૦૯ ઇપીકો ૩૦ર,૩૦૭,૫૦૬(ર),૩૪ મુજબના ગુના કામે નાસતો ફરતો આરોપી રમેશ નાગજી દેવીપુજક ઉ.વ.૩૫ મૂળ રહે.બરવાળા, ધંધુકા રોડ,ખોડીયાર માતાજીના મંદીર પાસે, જી.બોટાદ હાલ રહે.ગીતા માર્કેટ પાસે,ઝુપડામાં,ભુજ વાળો હાલે ગીતા માર્કેટ પાસે ઝુપડામાં ભુજ ખાતે હાજર છે.તેવી સચોટ અને ભરોસાલાયક બાતમી આધારે સ્ટાફના માણસોએ તુરંત વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ જઇ તપાસ કરતા મજકુર આરોપી મળી આવતા તેને સી.આર.પી.સી કલમ ૪૧(૧),(આઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે. ઉપરોકત કામગીરીમાં એલ.સી.બી પશ્ચીમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એસ.જે.રાણા તથા પો.સબ.ઇન્સ એચ.એમ.ગોહિલ તથા પેરોલ ફર્લો સ્કોડના એ.એસ.આઇ હરીલાલ બારોટ તથા પો.હેડ કોન્સ. ધર્મેન્દ્ર રાવલ તથા દિનેશભાઇ ગઢવી, રઘુવિરસિંહ જાડેજા,વિરેન્દ્રસિંહ પરમાર તથા એલ.સી.બી ના મયુરસિંહ ત્રિપાલસિંહ જાડેજા અને કુંપાભાઈ ચૌધરી નાઓ જોડાયેલ હતા. રિપોર્ટ બાય : તેજસ પરમાર