હાશ ગઈ ભેંસ પાણી મા આવું એક વિહંગ દ્રશ્ય જોવા મળ્યું

હાલ ઉનાળાની કાળઝાળ ગરમી ની સિઝન ચાલી રહી છે. ત્યારે આમ આદમી ગરમી થી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ત્યારે માનવી તો આજના સમયમાં એરકન્ડિશન્ડ કુલર પંખા સહિત ની આધુનિક સાધનો દ્વારા ગરમી મા ઠંડક મેળવી લે છે. ત્યારે અબોલ પશુઓ અને પક્ષીઓ માટે શું ત્યારે કુદરતી રીતે કે માનવ સર્જિત તળાવ અને ચેક ડેમ બનાવવા મા આવયા છે. તેમાં જઇ ઠંડક મેળવી લે છે. આવું આજે બપોરે એક વાગ્યે રાપર તાલુકાના પ્રાગપર ગામ આવેલું ગામ તળાવ કે જેમાં થોડું ધણું પાણી બચ્યું છે. તેમાં એક ભેંસો નુ ધણ પાણી મા પડી ને મોજ થી ઠંડક મેળવી રહી હતી ત્યારે આપણા મા એક કહેવત છે. કે જ્યાં પાણી મળે તે જગ્યાએ ભેંસ જો નિકળે તો કહે છે કે.હાશ ગઈ ભેંસ પાણી મા આવું એક વિહંગ દ્રશ્ય જોવા મળ્યું હતું.