મોરબીના મકનસર વાદીપરામાં આલ્કોહોલીક આયુર્વેદીક હર્બલ ટોનીકની ૯૨૨૦ બોટલ સાથે એક ઝડપાયો: ૭.૮૮ લાખનો મુદામાલ જપ્ત



મોરબી તાલુકાનાં મકનસર વાદીપરા વિસ્તારમાં રહેતા શખ્સ દ્વારા આલ્કોહોલીક આયુર્વેદીક હર્બલ ટોનીકની બોટલો વેચતો હોવાની બાતમી મળી હતી. જેથી કરીને મોરબી એલસીબીની ટીમે ત્યાં રેડ કરીને યુવાનની કબજા ભોગવટા વાળી દુકાન તથા તેના રહેણાંક મકાનેથી આયુર્વેદીક હર્બલ ટોનીકની કંપની શીલ પેક નાની મોટી ૯૨૨૦ બોટલો કબ્જે કરેલ છે. અને કુલ મળીને પોલીસે ૭.૮૮ લાખનો મુદામાલ કબજે કર્યો છે. અને શંકાસ્પદ બોટલના સેમપાલને લેબમાં મોકલવામાં આવ્યું.હોવાનું જાણવા મળેલ છે. મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં પાનની દુકાન પર આયુર્વેદીક હર્બલ ટોનીકના નામે આલ્કોહોલીક બોટલોનું વેચાણ કરવામાં આવતું હોય છે. આવી જ રીતે મોરબી નજીકના મકનસર ગામે વાદીપરા વિસ્તારમાં રહેતા જયેશભાઇ ઉર્ફે લાલો મનસુખભાઇ આડેસરા જાતે કોળીના રહેણાંક તથા દુકાનમાં આયુર્વેદીક હર્બલ ટોનીકની બોટલોનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે. તેવી બાતમી મોરબી એલસીબીના પીએસઆઈ એન.બી. ડાભી અને વિક્રમસિંહ સબળસિંહ બોરાણાને મળેલ હતી. જેના આધારે મકનસર ગામે રહેતા જયેશ ઉર્ફે લાલો કોળીના ઘરે એલસીબીની ટિમ દ્વારા રેડ કરવામાં આવી હતી. ત્યારે જયેશભાઇ ઉર્ફે લાલો મનસુખભાઇ આડેસરા જાતે કોળી (ઉ ૨પ) રહે, નવા મકનસર, વાદીપરા વાળાની દુકાન તથા મકાનેથી આયુર્વેદીક હર્બલ ટોનીકની પરપ એમએલની તથા ૩૦૦ એમએલની પ્લાસ્ટીકની કંપની શીલ પેક નાની મોટી ૯૨૨૦ બોટલો મળી આવી હતી. જેથી કરીને પોલીસે ૭,૮૩,૩૦૦ જથ્થો કબ્જે કર્યો હતો અને સ્થળ ઉપરથી મળી આવેલ જથ્થો તેમજ જયેશે રજુ કરેલ બીલોમાં વિસંગતતા જોવા મળી છે. જેથી કરીને જયેશભાઇ ઉર્ફે લાલો જે આયુર્વેદીક હર્બલ ટોનીકની બોટલો વેચાણ કરતો હતી તેમાં કોઇ આલ્કોહોલીક કે માનવ શરીરને નુકશાન થાય તેવું પ્રવાહી છે કે કેમ ? તે બાબતે પુથ્થકરણ કરવા માટે સેમ્પલ મોકલવામાં આવેલ છે. અને તેનો રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે જો કે, જયેશભાઇ દ્વારા રજુ કરેલ બીલો શકાસ્પદ જણાતા હોય પોલીસે બોટલો અને એક મોબાઇલ મળીને કુલ ૭,૮૮,૩૦૦ નો મુદામાલ શકપડતી મિલ્કત તરીકે સી આરપીસી કલમ ૧૦૨ મુજબ કબજે કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે. રિપોર્ટ બાય: એજાજ શેખ ભાવનગર.