ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૪૦૮ કિ.રૂ.૧,૨૨,૪૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને સાથે ઝડપી લેતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ


પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી, જયપાલસિંહ રાઠોડ સાહેબે લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ.શ્રી એન.જી. જાડેજા અને એલ.સી.બી.નાં સ્ટાફને ભાવનગર જીલ્લા માં થતી મિલ્કત સંબંધી/વાહન ચોરી સંબંધી ગુન્હાઓ શોધી કાઢી તથા દારૂ જુગારની બદી નેસ નાબુદ કરવા માટે સુચના આપેલ. ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફનાં માણસો ભાવનગર, સીટી વિસ્તાર માં નાઇટ પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન નવા બંદર રૂવાપરી રોડ ચોક પાસે આવતાં ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, વિશાલ ઉર્ફે કાનો દિનેશભાઇ વાજા રહે. ખેડુતવાસ રૂવાપરી રોડ શાક માર્કેટ પાસે ભાવનગર તથા અસ્લમ હુસેન ભાઇ પરમાર રહે. ભાવનગર વાળો બંન્ને જણા ભાવનગર ખેડુતવાસ શ્રમજીવી સોસાયટી પ્લોટ નંબર-૧૨૪ નું ભાડે મકાન રાખી તે કબ્જા ભોગવટાનાં રહેણાંક મકાન માં ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી હેરાફેરી કરે છે.જે હકિકત આઘારે બાતમી વાળી જગ્યા ઉપર રેઇડ કરતા રેઇડ દરમ્યાન વિશાલ ઉર્ફે કાનો દિનેશ ભાઇ વાજા રહે. ખેડુતવાસ રૂવાપરી રોડ શાક માર્કેટ પાસે ભાવ નગર વાળો હાજર મળી આવતા મજકુરને સાથે રાખી ભાડાના મકાનમાં ઝડતી તપાસ કરતા ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો (૧)વ્હાઇએટ લેક વોડકા ઓરેંજ ફ્લેવર બોટલ નંગ-૩૧૨ (ર)કાઉન્ટી ક્લબ દિલક્ષ વિસ્કિ બોટલ નંગ-૯૬ મળી કુલ કિ.રૂ. ૧,૨૨,૪૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા બંનને ઇસમો વિરૂધ્ધમાં ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવી ધોરણસર કાર્યવાહી કરેલ. આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરાસાહેબ તથા એન.જી. જાડેજા સાહેબ તથા એ.પી.જાડેજા સાહેબની સુચના અને માર્ગદર્શન અનુસાર હેડ કોન્સ. રાજપાલસિંહ સરવૈયા, જયરાજસિંહ જાડેજા, વનરાજભાઇ ખુમાણ તથા રાજેન્દ્રસિંહ સરવૈયા તથા પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં. રિપોર્ટ બાય : એજાજ શેખ ભાવનગર