ચોમાસાના પહેલાં વરસાદે જ દેશની આર્થિક રાજધાની મુંબઇમાં કહેર મચાવાનું શરૂ કરી દીધું




બુધવાર મોડી રાત્રે 11 વાગ્યે મલાડ વેસ્ટના માલવાની વિસ્તારમાં એક ચાર માળની બિલ્ડિંગ ધરાશાયી થઇ ગઇ. અકસ્માતમાં 9 લોકોના દર્દનાક મોત થયા છે જ્યારે 8 લોકોને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે દિવસ દરમ્યાન પડેલા ધોધમાર વરસાદના લીધે એક ચાર માળની બિલ્ડિંગ 3 માળની બિલ્ડિંગ પર પડી ત્યારબાદ આ અકસ્માત સર્જાયો. ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક પોલીસ રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઇ છે. ફસાયેલા લોકોને સ્થાનિક રહેવાસીઓ, બીએમસી, પોલીસ અને ફાયરબ્રિગેડની મદદથી બહાર નીકાળવામાં આવ્યા.