મળતી માહિતી મુજબ/પોલીસ મહાનિરીક્ષક સા.જે.આર.મોથલીયા તથા પોલીસ અધિક્ષક મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ.વાઘેલા અંજાર વિભાગનાઓની સુચના તથા માર્ગદરશન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.રાણા નાઓ તાબાના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ છે કે અંજારમાં નગર પાલીકા કચેરી સામે રહેતા સંજય રામજી ઉર્ફે રામલો ઘુવા પોતના કબ્જાના અતુલ શક્તિ છકડા નં-૨૨૧ વાળામાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લઈ આવેલ છે. તેવી સચોટ બાતમી આધારે પોઇન્સ. એમ.એન.રાણા તથા સ્ટાફના માણસો સાથે રેઇડ કરતા આરોપીના ઘર પાસેથી અતુલ શક્તિ છકડા માંથી ઇગ્લીશ દારૂ ની પેટીઓ નંગ-૩૪ બોટલો નંગ-૪૦૮ તથા એક અતુલ શકિત છકડો નં- 01-12-&3-0221 મળી આવેલ જે મુદામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે. રિપોર્ટ બાય :હીનલ જોષી અંજાર