અપહરણ ના ગુન્હામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ભોગબનાર સાથે પકડી પાડતી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ

    મળતી માહિતી મુજબ/ પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા ,બોર્ડર રેંજ,ભુજ તથા  સૌરભસિંઘ , પોલીસ અધિક્ષક,પશ્ચિમ કચ્છ,ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ ની સુચના મુજબ પો.સ્ટે ખાતે દાખલ,થયેલ ગુન્હાઓના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે જરૂરી સુચના આપેલ. જે અનુસંધાને ભુજ શહેર બી.ડીવીજન પોસ્ટેના પો.ઇન્સ આર.ડી.ગોજીયા નાઓના માર્ગદર્શન હેઠળ ભુજશહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં-૧૪૪/૨૦૧૯ ઇ.પી.કો.ક.૩૬૩ મુજબનો ગુન્હો તા.૦૮/૦૮/૨૦૧૯ ના ક.૧૮:૦૦ વાગ્યે જાહેર થયેલજે ગુના કામેના આરોપીએ ફરીયાદીની સગીર વયની પુત્રીને શક્તિવેલ શેખરભાઇ રાજપુત લલચાવી ફોસલાવીને ભગાડી લઈ ગયેલ હોઇ અને આશરે બે વર્ષથી નાસતો ફરતો હોઇ જે ગુન્‍્હાકામે આરોપીને પકડી પાડવા સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પો.કોન્સ.રાજેન્ટ્ર્સેહ રાઠોડ તથા પો.કોન્સ.નવિનકુમાર જોષી નાઓને ખાનગીરાહે બાતમી હકિકત મળેલકે આ કામેનો આરોપી હાલે ન્યુ લોટોસ કોલોની ખાતે આવે છે.  જેથી તુરંત વર્કઆઉટકરી મજકુને રાઉન્ડઅપ કરી પકડી પાડેલ અને મજકુર ઇસમને આગળની તપાસ સારૂ ક્રાઇમઅગેન્સ વુમનનાઓ ને સોપવાની તજવીજ કરવામા આવેલ છે.