ગણતરીના કલાકોમા ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પાડતી અંજાર પોલીસ


મળતી માહિતી મુજબ/ સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સા.જે.આર. મોથાલીયા તથા પુર્વ-કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક મયુર પાટીલ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓતથા નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ.વાઘેલા અંજાર વિભાગ અંજારનાઓની સૂચના આધારે ચોરીના (મીલકત સંબધી) ગુના શોધી કાઢવા જેથી અંજાર પોલીસ ઇન્સપેક્ટર એમ.એન રાણા સા. નાઓ એ અંજાર પોસ્ટે. ગુ.ર.ન ૧૧૯૯૩૦૦૩૨ર૧૦૭૬૭/ર૦ર૧ ઇ.પી.કો કલમ- ૩૮૦,૪૫૭,૫૫૪ મુજબ ના ગુનો તા-૧૧/૦૬/ર૦ર૧ ના કલાક ૨૦/૧૫ વાગ્યે જાહેર થયેલ આ કામેના ફરીયાદી રોનકભાઈ પ્રવીણભાઈ કાનણી નાઓની નેચર પ્લાયવુડ ફેકટરીમાં આવેલ ફોલ્ડીગ દીવાલ ખોલી નાખી અંદર પ્રવેશી સેડ ના દરવાજા ના તાળા તોડી અંદર રહેલ એલુમીનીયમને પ્લેટો નંગ-૩૫ કી.રૂ ૧,૭૫,૦૦૦/૦૦ ની ચોરી થયેલ જે ગુનાની તપાસ પો.ઇન્સ એમ.એન.રાણા એ સંભાળેલ અને બાતમી હકીકત મેળવી કે ઉપરોકત ગુના કામે ચોરી થયેલ મુદામાલ અંજાર ગળપાદર હાઇવે પર આવેલ મેઘપર ગામના પુલીયા પાસે ચોરીમા ગયેલ મુદામાલ તથા આરોપીઓને રાઉન્ડ અપ કરી ગણતરીના કલાકોમા હાઇવે ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પાડેલ છે.