લખપત તાલુકામાં ઘડુલી ગામમાં ૬ શખ્સોએ કરી મારામારી
તા: ૧૩.૫.૧૮: નો બનાવ
લખપત તાલુકામાં ઘડુલી ગામમાં હરેશભાઈ અંબાલાલ પુરોહિતના પિતાજીના મકાનમાં ૧. મયુરભાઈ અંબાલાલ પુરોહિત ,૨.યશ મયુરભાઈ પુરોહિત, ૩. પાર્થ મયુરભાઈ પુરોહિત,૪. જગદીશ અંબાલાલ પુરોહિત,૫. જયેશ જગદીશભાઇ પુરોહિત,૬. શ્યામ જગદીશભાઇ પુરોહિત (રહે. બધા ઘડુલી) આ નામના શખ્સોએ હરેશભાઈ અંબાલાલ પુરોહિતના પુત્ર અને મયુરભાઈ અંબાલાલ પુરોહિતનો પુત્ર યશ બને જણા ઝગડો તકરાર કરતાં હતા તેઓને હરેશભાઈ અંબાલાલ પુરોહિતએ ઠપકો આપી છૂટા પડવાનું કહેતા તે વાતનું મનદુખ રાખી તેમજ અગાઉ હરેશભાઈ અંબાલાલ પુરોહિતનું ભુજ ખાતેનું મકાન મયુરભાઈ અંબાલાલ પુરોહિતે પોતાના કબજામાં રાખેલ છે તે અંગેનું મનદુખ રાખી આરોપીઓએ એકસંપ કરી ગે.કા. મંડળી બનાવી હરેશભાઈ અંબાલાલ પુરોહિત તથા સહેદોને ભૂંડી ગાળો આપી હાથેથી તથા લાતોથી માર મારી હરેશભાઈ અંબાલાલ પુરોહિત તથા સાહેદોને સામાન્ય ઇજાઓ પહોંચાડી એકબીજાને મદદગારી કરી મયુરભાઈ અંબાલાલ પુરોહિતે હરેશભાઈ અંબાલાલ પુરોહિતને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યો હતો. ત્યારબાદ દયાપાર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. (આરોપીઓ ફરાર)
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.