પોરબંદરમાં એક કરોડના ખર્ચે બનાવેલો પાણીનો ટાંકો લીકેજ, લોકોએ લગાવ્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ
પોરબંદરના બંદર રોડ પાલિકાની માલીકીની જગ્યામાં એક કરોડ પાંચ લાખના ખર્ચે પાણીનો ટાંકો અને સંપ શહેરી વિકાસ યોજના હેઠળ બનાવવામાં આવ્યો છે.લોકાર્પણ પહેલાજ તેનું ટેસ્ટીંગ કરતાજ લીકેજ હોવાનું સામે આવ્યું હતું.જેને લઈને લોકોએ કામગીરીમાં ભ્રષ્ટાચાર હોવાનો આક્ષેપ લગાવ્યો છે.
અંદાજે ૧૦ હજારથી વધુ લોકોને આ સંપ પાણી પૂરું પડશે. જોકે લીકેજ અંગે સ્થાનિક અધિકારીને પુછવામાં આવતા માત્ર સામાન્ય લીકેજ હોવાનું જણાવ્યુ હતું. ત્યારે ભ્રષ્ટાચારની કમાણી ખનારા કોન્ટ્રાકટર અને અધિકારીઓ સામે પગલાં લેવાય તેવી માંગણી ગ્રામજનો કરી રહ્યા છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.