બોરીવલી સ્ટેશન નજીક પાટા ઓળંગતા એક્જ પરિવારના ૪ જણનું થયું મૃત્યુ
બોરીવલી સ્ટેશન નજીક સવારે સાડા ૫ વાગ્યે પાટા ઓળંગતી વખતે ટ્રેનની અડફેટે આવતા એકજ પરિવારના સાગર સંપત(ઉ.વ.૨૩),સાંઇ પ્રસાદ ચૌહાણ(ઉ.વ.૧૭), મનોજ દિપક ચૌહાણ(ઉ.વ.૧૭) અને દતપ્રસાદ મનોહર ચૌહાણ(ઉ.વ.૨૦) ચાર જણનું મૃત્યુ થયા હોવાનું જણાઈ આવ્યું હતું. મૃત્યુ પામેલા ચારેય કણક્વલીથી મુંબઈ આવ્યા હતા.
આ વાતની જાણ બોરીવલી સ્ટેશન માસ્ટરને ૫.૩૮ વાગ્યે થઈ હતી. તાત્કાલિક સ્ટેશન માસ્ટર હમાલને લઈને ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ચારેયને બોરીવલી સ્ટેશનના ઈમરજન્સી મેડિકલ રૂમમાં લઈ જવાયા હતા પરંતુ ડોક્ટરે તપાસતા તેમનું મૃત્યુ થઈ ગયું હોવાનું જણાવ્યુ હતું. પોસ્ટમોર્ટમ કરવા ચારેયના મૃતદેહને કાંદીવલિની ડો.બાબાસાહેબ આંબેડકર હોસ્પીટલમાં લઈ જવાયા હતા.
પાટા ઓળંગવાથી અકસ્માત થયો હોવાની પરિવારે ઇન્કાર કર્યો હતો સીસીટીવી કેમેરા ફૂટેજ દેખાડશે નહીં અથવા તપાસ કરશે નહીં ત્યાં સુધી મૃતદેહ લેવાની પરિવારજનોએ મનાઈ કરી હતી પરંતુ એ જગ્યાએ સીસીટીવી કેમેરા ન હોવાથી અકસ્માત અંગે પુરાવો માડી સકે તેમ નથી.આ સંદર્ભે બોરીવલી જીઆરપીએ એક્સિડેંટલ ડેથની નોંધ લીધી હતી જેની વધુ તપાસ કરવા આવી રહી હોવાનું ઇન્વેટીગેશન ઓફિસર આર.જે.ભીસેએ જણાવ્યુ હતું.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.