આતંકીઓ રમજાન માહિનામાં કરી શકે છે હુમલો, નિશાન પર જમ્મુ-કશ્મીર
પાકિસ્તાનનાં આતંકીઓએ જમ્મુ કશ્મીરમાં રમજાન મહિનામાં હુમલો કરવાનો પ્લાન બનાવ્યો હોવાનો ખુલાસો થયો છે. મૂંબઈમાં ૩૨ વર્ષીય પાકિસ્તાનનાં વ્યક્તિની ધરપકડ અને જમ્મુ કશ્મીરમાં આતંકીઓની ઘુસણખોરી બાદ આતંકીઓ રમજાન અને અમરનાથ યાત્રા પર હુમલો ન કરે તે માટે તમામ એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.
આ સાથે BSF ,CRPF, અને જમ્મુ-કશ્મીર પોલીસને પણ તમામ ભાગમાં સુરક્ષા માટેના આદેશ આપવામાં આવ્યા છે. માહિતી મુજબ આતંકીઓ ૧૭ મેના જમ્મુ-કશ્મીરના કેટલાક ભાગોમાં હુમલો કરે તેવી શક્યતા છે. જેને કારણે તમામ એજન્સીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. જમ્મુ અને સીમાથી જોડાયેલા વિસ્તારોમાં હેલિકોપ્ટર દ્વારા રાત્રે પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવાયું છે તથા તમામ વિસ્તારોમાં નાઈટ વિઝન કેમેરા અને થર્મલ ઈમેજિંગ ડિવાઇસના આધારે દેખરેખ કરવામાં આવી રહી છે તથા LOC પર પણ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. બોર્ડર પરના જવાનોને કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ સામે કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.તે સાથે તમામ વિસ્તારોના જવાનોને રાતે જાગવાના તથા કોઈ પણ આતંકી ગુસંખોરી ન કરી શકે તેના માટે આદેશ આપવામાં આવ્યા છે
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.