રાપર નજીક એસ.ટી અને પિકઅપ વચ્ચે અકસ્માતમા એકનું મોત વીસ જેટલા લોકો ઘાયલ

રાપર ચિત્રોડ રોડ પર નિલપર બાદરગઢ ગોળાઈ નજીક ભુજ રાપર રુટ ની ભચાઉ ડેપોની એસ.ટી બસ અને રાપરથી ચિત્રોડ તરફ જઈ રહેલી બોલરો પિકઅપ વચ્ચે અકસ્માત થતાં જીપ ચાલકનું ધટના સ્થળ પર મોત થયું હતું. અકસ્માતમા જીપમા સવાર લોકો માતાજીએ દર્શન કરવા માટે જઇ રહ્યા હતા. ત્યારે વળાંક પાસે એસ.ટી અને પિકઅપ વચ્ચે જીવલેણ અકસ્માત થયો હતો. ત્યારે એસ.ટી બસ અને જીપમા સવાર લોકોની કિકિયારીથી વાતાવરણ ગાજી ઉઠયું હતું. અકસ્માત મા ધાયલ વીસ થી વધુ લોકો સારવાર માટે રાપર સીએચસી ખાતે 108 દ્વારા દાખલ કરવામાં આવ્યા હતા ચાર 108 દ્વારા લોકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડો. પ્રકાશ કારીયા એ સારવાર અઆપી હતી વધુ ધાયલ લોકો ને ભચાઉ અને ગાંધીધામ ખસેડવામાં આવ્યા હતા અકસ્માત થી જાણ થતાં રાપર પીઆઇ એમ એમ જાડેજા પીએસઆઇ જી. જી. જાડેજા ધટના સ્થળ ઉપર દોડી ગયા હતા.